Site icon News Continuous Bureau | Mumbai

AC Price Hike: એપ્રિલથી ડાઇકિન, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ્સના એસીના ભાવ વધશે, ૧૨% સુધીના ભાવવધારાથી ગ્રાહકો ચિંતામાં; જુઓ લેટેસ્ટ રેટ્સ.

કાચા માલના વધતા ભાવ અને નબળા રૂપિયાને કારણે મોંઘવારીનો ફટકો; ઉનાળા પહેલા એસી માર્કેટમાં ગરમાવો, ૧.૩૫ કરોડ યુનિટ વેચાવાનો અંદાજ.

AC Price Hike એપ્રિલથી ડાઇકિન, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ્સના એસીના ભાવ વધશે

AC Price Hike એપ્રિલથી ડાઇકિન, વોલ્ટાસ અને અન્ય બ્રાન્ડ્સના એસીના ભાવ વધશે

News Continuous Bureau | Mumbai
AC Price Hike ભારતમાં ઉનાળાની સીઝન શરૂ થાય તે પહેલા જ એર કન્ડિશનર (AC) બનાવતી અગ્રણી કંપનીઓએ કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જાપાનની જાણીતી કંપની ડાઇકિન ઈન્ડિયા એપ્રિલ ૨૦૨૬ થી તેના એસીના ભાવમાં ૭ થી ૧૨ ટકા સુધીનો વધારો કરવા જઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, કાચા માલના ખર્ચમાં સતત વધારો અને સપ્લાય ચેઈનના ખર્ચને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે.

વોલ્ટાસ અને અન્ય કંપનીઓ પણ વધારશે ભાવ

ટાટા ગ્રુપની કંપની વોલ્ટાસે પણ અગાઉ સંકેત આપ્યા હતા કે આ વર્ષે તાંબા (કોપર) ના ભાવમાં થયેલો વધારો અને ડોલર સામે રૂપિયાના નબળા પડવાને કારણે એસીની કિંમતો ૫ થી ૧૫ ટકા સુધી વધી શકે છે. ગત વર્ષે કમોસમી વરસાદને કારણે એસી ઉદ્યોગ માટે વેચાણ સાધારણ રહ્યું હતું, પરંતુ આ વર્ષે ઉનાળો આકરો રહેવાની શક્યતાને જોતા કંપનીઓ મોટી આશા રાખી રહી છે.

Join Our WhatsApp Channel

બજારમાં સ્પર્ધા અને વેચાણનો અંદાજ

નિષ્ણાતોના મતે, આ વર્ષે ભારતીય બજારમાં લગભગ ૧.૩૫ કરોડ એસી યુનિટ્સનું વેચાણ થવાનો અંદાજ છે. બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે વોલ્ટાસ, એલજી, ડાઇકિન, બ્લૂસ્ટાર, પેનાસોનિક અને લોયડ જેવી કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. ગ્રાહકોને આકર્ષવા માટે ડાઇકિન ઈન્ડિયાએ ૨૦૨૬ માટે તેની નવી સીરીઝ પણ લોન્ચ કરી છે, જેમાં ૬૦ થી વધુ મોડલ્સનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : US-Iran Conflict Escalates: ડોનાલ્ડ ટ્રમ્પની શ્રીલંકાને ખુલ્લી ધમકી! ઈરાની સૈનિકોને પરત મોકલવા પર મૂક્યો પ્રતિબંધ; દ્વીપ દેશ પર અમેરિકાનું ભારે દબાણ.

નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ સીરીઝ

ડાઇકિન ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કંવલજીત જાવાએ જણાવ્યું હતું કે, ૨૦૨૬ની નવી સીરીઝ ભારતીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પ્રોડક્ટ્સમાં જાપાનીઝ ઇનોવેશન અને એનર્જી એફિશિયન્સી (વીજળીની બચત) પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, વધતી કિંમતોને કારણે મધ્યમ વર્ગના ગ્રાહકો માટે એસી ખરીદવું હવે થોડું મોંઘું સાબિત થશે.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version