Site icon

પહેલા મફતમાં સીમકાર્ડ લીધાં હવે પસ્તાવાનો વારો આવ્યો- રિચાર્જ પેક બન્યું માથાનો દુ:ખાવો – અન્ય સિમ કાર્ડ બંધ કરી રહ્યા છે લોકો- મોંઘા પ્લાનથી પરેશાન

News Continuous Bureau | Mumbai

2016 પહેલા દેશમાં ઘણી ટેલિકોમ કંપની(Telecom Company)ઓ હતી. કેટલીક કંપનીઓ અમુક રાજ્યો સુધી મર્યાદિત હતી અને ઘણી કંપનીઓ દેશભરમાં તેમની સેવાઓ પૂરી પાડી રહી હતી. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે દેશમાં માત્ર ત્રણ મોટી કંપનીઓ બાકી છે જે એરટેલ(Airtel), જિઓ(Jio) અને વોડાફોન આઈડિયા(VI) છે. ગત વર્ષ સુધી મોટાભાગના લોકો પાસે બે-બે સિમ કાર્ડ હતા પરંતુ હવે તેમની સંખ્યા ઘટી રહી છે. આનો પુરાવો ટ્રાઈ(TRAI)નો નવો રિપોર્ટ છે.

Join Our WhatsApp Community

સતત ઓછા સબ્સ્ક્રાઇબર્સ

 ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના કેટલાક નવા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ કંપનીઓ એરટેલ, જિઓ અને વોડાફોન-આઈડિયા (Vi)ના યુઝર્સની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈ 2022માં જૂનની સરખામણીએ તમામ કંપનીઓના ગ્રાહકોમાં ઘટાડો થયો છે. માનવામાં આવે છે કે, તેની પાછળનું કારણ મોંઘા રિચાર્જ પ્લાન છે, કારણ કે હવે લોકોને નંબર ચાલુ રાખવા માટે પણ મોંઘા રિચાર્જ કરવા પડે છે. આ રિપોર્ટને લઈને એક મીડિયા હાઉસના ફેસબુક પેજ પર લોકો તરફથી પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. જવાબમાં, મોટાભાગના લોકોએ સ્વીકાર્યું કે મોંઘા રિચાર્જને કારણે તેઓએ તેમનું એક સિમ કાર્ડ સ્વિચ ઓફ કરવું પડ્યું.

આ સમાચાર પણ વાંચો : કામની વાત- EPF- PPF કે VPF કઈ જગ્યાએ રોકાણ કરવાથી સૌથી વધારે મળશે રિટર્ન- જોઈ લો શેમા મળશે આપને વધારે ફાયદો

જિયો અને એરટેલને નફો થયો, અન્યને નુકસાન થયું

Jioએ જુલાઈમાં 2.9 મિલિયન યુઝર્સ ઉમેર્યા હતા, જ્યારે એરટેલને આ જ સમયગાળામાં 0.5 મિલિયન નવા સબસ્ક્રાઈબર મળ્યા હતા. જ્યારે BSNL અને Vodafone Ideaએ અનુક્રમે 0.8 મિલિયન અને 1.5 મિલિયન ગ્રાહકો ગુમાવ્યા છે. એમટીએનએલને પણ 0.4 મિલિયન યુઝર્સનું નુકસાન થયું છે.

કઈ કંપનીના કેટલા ગ્રાહકો છે?

હાલમાં, Jio પાસે કુલ 383.24 મિલિયન (38.3 કરોડ) સક્રિય સબ્સ્ક્રાઇબર્સ છે. જૂનમાં આ સંખ્યા 382.17 મિલિયન હતી. એરટેલના સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા હવે ઘટીને 356.17 મિલિયન (356 મિલિયન) થઈ છે, જે અગાઉ 357.21 મિલિયન હતી. BSNL અને Viના ગ્રાહકોની સંખ્યા હવે અનુક્રમે 57.27 મિલિયન (5.7 કરોડ) અને 216.92 મિલિયન (216 કરોડ) છે.

આ સમાચાર પણ વાંચો : વાહ શું વાત છે- આ ગુજરાતી છોકરીએ વોલીબોલ જોયો નહતો એ આંતરરાષ્ટ્રીય ખેલાડી બની – ટીમ માટે રજત ચંદ્રક મેળવ્યો

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version