Site icon

અદાણી ગ્રુપ આપી રહ્યું છે કમાણીની શાનદાર તક, 27 જાન્યુઆરીના રોજ ઓપન થશે FPO: ચેક કરો ડિટેલ્સ

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો FPO ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ એફપીઓ (FPO) ને લઈને બજારમાં ઘણી ચર્ચા ચાલી રહી છે.

Adani office shifted from Mumbai

અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની ઓફિસ મુંબઈથી ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવશે, કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું

News Continuous Bureau | Mumbai

Gautam Adani FPO: અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (adani enterprises limited) નો FPO ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ એફપીઓ (FPO) ને લઈને બજારમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. કંપનીએ 20,000 કરોડ રૂપિયાની ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) માટે સ્ટોક એક્સચેન્જ સમક્ષ ઓફર લેટર ફાઇલ કર્યો છે. આ દેશના દિગ્ગજ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં જૂથની મુખ્ય કંપની છે.

Join Our WhatsApp Community

27 જાન્યુઆરીના રોજ ઓપન થશે FPO

ઓફર લેટર મુજબ, અદાણીનો FPO 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. FPO હેઠળ, કંપનીએ શેર દીઠ 3112 રૂપિયાથી 3276 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. બુધવારે BSE પર કંપનીના શેર 3,595.35 રૂપિયા પર બંધ થયા હતા.

કંપની રૂપિયાનો ઉપયોગ ક્યા કરશે ?

એફપીઓમાંથી એકત્ર કરાયેલા 20,000 કરોડ રૂપિયામાંથી 10,869 કરોડ રૂપિયાનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ, હાલના એરપોર્ટના વિકાસ અને નવા એક્સપ્રેસ વેના નિર્માણ માટે કરવામાં આવશે. આ સિવાય એરપોર્ટ, રોડ અને સોલાર પ્રોજેક્ટ્સની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી માટે 4,165 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નહીં નીકળતા : PM મોદી આજે મુંબઈમાં, વાંચો ટ્રાન્સપોર્ટમાં કેવા બદલાવ આવ્યા

એક વેપારી તરીકે શરૂઆત કરી હતી

અદાણી ગ્રુપે વેપારી તરીકે શરૂઆત કરી હતી અને આજે તેનો વ્યવસાય બંદરો, કોલસા ખાણ, એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને સિમેન્ટ તેમજ ગ્રીન એનર્જીમાં ફેલાયેલો છે. AEL એ ભારતનું સૌથી મોટું લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર છે અને તે ચાર મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રોમાં સંકળાયેલું છે – એનર્જી અને યુટિલિટીઝ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ, કન્ઝ્યુમર અને પ્રાથમિક ઉદ્યોગ.

નવા વેપારનું વિસ્તરણ કરી રહી છે કંપની

કંપનીએ જણાવ્યું છે કે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રૂપ માટે નવો બિઝનેસ સ્થાપવામાં મદદ કરી છે. તેમને એક મોટા અને આત્મનિર્ભર બિઝનેસ સેગમેન્ટ તરીકે વિકસાવ્યા અને બાદમાં તેને સ્વતંત્ર લિસ્ટેડ પ્લેટફોર્મ તરીકે અલગ કર્યા. કંપનીના વર્તમાન પોર્ટફોલિયોમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, ડેટા સેન્ટર, એરપોર્ટ, રોડ, ફૂડ એફએમસીજી, ડિજિટલ, માઇનિંગ, સંરક્ષણ અને ઔદ્યોગિક ઉત્પાદનનો સમાવેશ થાય છે.

કંપની પર કેટલું દેવુ ?

કંપની ગ્રીન હાઈડ્રોજન, એવિએશન સેક્ટર અને ડેટા સેન્ટર્સ સહિત નવી તકોનો લાભ લઈ રહી છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ કંપનીનું દેવું 40,023.50 કરોડ રૂપિયા હતું.

આ સમાચાર પણ વાંચો:  આગામી બજેટમાં સરકાર 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરી શકે છે, આગામી સામાન્ય ચૂંટણીથી પહેલા કેન્દ્રનું આ અંતિમ બજેટ હશે

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version