Site icon

Adani Group Business: અદાણી ગ્રુપ હવે તેની તમામ સિમેન્ટ કંપનીઓને મર્જ કરવાની તૈયારીમાં, બનાવશે એક મોટી કંપની..

Adani Group Business: અદાણી ગ્રુપે સપ્ટેમ્બર 2022માં ACC અને અંબુજા સિમેન્ટને લગભગ $6.4 બિલિયનમાં ખરીદી હતી. આ કંપનીઓને ખરીદીને, અદાણી ગ્રુપ અલ્ટ્રાટેક સિમેન્ટ પછી દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગયું હતું. અદાણી મેનેજમેન્ટ માને છે કે મર્જરના ખર્ચને કારણે કોઈ સમસ્યા નહીં થાય. જો કે, લઘુમતી અને બહુમતી શેરધારકોના હિતોને ધ્યાનમાં લીધા બાદ જ મર્જરની આ કામગીરી આગળ વધારવામાં આવશે.

Adani Group Business Adani Group is now preparing to merge all its cement companies, creating one big company.

Adani Group Business Adani Group is now preparing to merge all its cement companies, creating one big company.

News Continuous Bureau | Mumbai

Adani Group Business:  ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ ટૂંક સમયમાં જ તેના સિમેન્ટ બિઝનેસને ( cement business ) મર્જ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં,  અદાણી જૂથે એક પછી એક દેશની ઘણી મોટી સિમેન્ટ કંપનીઓ ખરીદી લીધી છે. જેમાં ACC, અંબુજા સિમેન્ટ અને પેન્ના સિમેન્ટનો સમાવેશ થાય છે. હવે આ તમામ કંપનીઓને એક જ કંપનીની છત્રછાયા હેઠળ લાવવામાં આવશે. અદાણી ગ્રુપ આ કંપનીઓના વિલીનીકરણને વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

Join Our WhatsApp Community

જેફરીઝના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપે સપ્ટેમ્બર 2022માં ACC અને અંબુજા સિમેન્ટને ( Ambuja Cement ) લગભગ $6.4 બિલિયનમાં ખરીદી હતી. આ કંપનીઓને ખરીદીને, અદાણી ગ્રુપ અલ્ટ્રાટેક સિમેન્ટ પછી દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગયું હતું. અદાણી મેનેજમેન્ટ માને છે કે મર્જરના ખર્ચને કારણે કોઈ સમસ્યા નહીં થાય. જો કે, લઘુમતી અને બહુમતી શેરધારકોના હિતોને ધ્યાનમાં લીધા બાદ જ મર્જરની ( merger ) આ કામગીરી આગળ વધારવામાં આવશે . 

Adani Group Business: અદાણી ગ્રૂપે ગયા વર્ષે ડિસેમ્બરમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝને રૂ. 5,185 કરોડમાં ખરીદી હતી….

અદાણી ગ્રૂપે ગયા વર્ષે ડિસેમ્બરમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝને ( Sanghi Industries ) રૂ. 5,185 કરોડમાં ખરીદી હતી. આ ડીલ માટે નાણાં આંતરિક સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, કંપનીએ હૈદરાબાદ સ્થિત પેન્ના સિમેન્ટને રૂ. 10,420 કરોડમાં પણ ખરીદી હતી. આ સોદા સાથે, અદાણી જૂથની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધીને હવે 89 MTPA થઈ ગઈ છે. કંપનીએ વર્ષ 2028 સુધીમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારીને 140 એમટીપીએ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ 152.7 એમટીપીએની ક્ષમતા સાથે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. 

આ સમાચાર  પણ વાંચો :  Mangal Prabhat Lodha: વીરચંદ ગાંધીના પરિવારજનોનું મકાન તુટશે નહી, રિપેર થશે: મંત્રી મંગલ પ્રભાત લોઢા

મિડીયા અહેવાલ મુજબ,  પેન્ના સિમેન્ટની ( Penna Cement ) ખરીદી કરીને અદાણી ગ્રુપ દક્ષિણ ભારતમાં તેની સ્થિતિ મજબૂત કરશે. ઉપરાંત, અદાણી સિમેન્ટના દરિયાઈ પરિવહનના લોજિસ્ટિક્સને પણ મજબૂત બનાવવામાં આવશે. તેમાં કોલકાતા, ગોપાલપુર, કરાઈકલ, કોચી અને કોલંબોમાં પાંચ બલ્ક સિમેન્ટ ટર્મિનલ હશે. બીજી તરફ અંબુજા સિમેન્ટની નાણાકીય કામગીરી પણ સુધરી રહી છે. કંપનીના શેરમાં આ વર્ષે 22 ટકાનો ઉછાળો આવ્યો હતો અને 657 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version