ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ હવે પેટ્રો-કેમિકલના બિઝનેસમાં ઝંપલાવ્યું છે.
અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ નામથી પૂર્ણ માલિકીની એક નવી સબસિડીડરી બનાવી છે. આ કંપની APL રિફાઇનરી, પેટ્રો કેમિકલ્સ કોમ્પલેક્ષ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ યુનિટ બનાવશે.
અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક એક્સચેન્જની માહિતીમાં જણાવ્યું કે, તેણે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ ને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરી છે, જે રિફાઇનરી, પેટ્રોકેમિકલ સંકુલ અને હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપશે.
પેટ્રોકેમિકલ્સ બિઝનેશમાં અત્યાર સુધી દેશમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો દબદબો રહ્યો છે.
ફ્લૅટનો કબજો આપવામાં વિલંબ કરનારા બિલ્ડરને થયો આટલા લાખનો દંડ; જાણો વિગત
