News Continuous Bureau | Mumbai
દેશના ટોચના ધનાઢ્ય બિઝનેસમેન ગૌતમ અદાણી હવે દુનિયાની સૌથી મોટી સાઉદી અરબમાં આવી તેલ કંપની સાઉદી અરામકોની સાથે મોટી ડીલ કરવા જઈ રહ્યા છે. એક મીડિયા હાઉસના કહેવા મુજબ બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ગૌતમ અદાણીની કંપની દુનિયાની સૌથી મોટી એક્સપોર્ટર કંપની સાઉદી અરામકોમાં અમુક હિસ્સો પણ ખરીદી શકે છે. બંને કંપનીઓ વચ્ચે જોઈન્ટ ઈનવેસ્ટમેન્ટ અને સંભવિત જોડાણને લઈને વાતચીત ચાલી રહી છે. અદાણી ગ્રુપની કંપની સાઉદી અરબમાં પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ માં પણ હિસ્સો ખરીદી શકે છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો, લોકોમાં LICના IPOનો ક્રેઝ, માત્ર 91 દિવસમાં આટલા કરોડ નવા રોકાણકારોની બજારમાં એન્ટ્રી… જાણો વિગતે
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અડાણી ગ્રુપને સઉદી અરામકોમાં હિસ્સો ખરીદવા માટે કરોડો ડોલરનો ખર્ચ કરવો પડશે. જોકે આવનારા સમયમાં ડીલ સંપત્તિના હસ્તાંતરણમાં અથવા અરામકો અથવા તેની સબસીડી સાબિક જેવી કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરી શકે છે. આ પાર્ટનરશીપ રિન્યુએબલ એનર્જી. ક્રોપ ન્યૂટ્રિએંટ્સ અથા કેમિકલ સેક્ટરમાં થઈ શકે છે.
