ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
અદાણી પૉર્ટે દેશના હિતને ધ્યાનમાં રાખીને ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેનરાઇઝ્ડ કાર્ગોનું સંચાલન કરશે નહીં.
અદાણી પૉર્ટે ટ્રેડ ઍડવાઇઝરી જારી કરી હતી કે આગામી 15 નવેમ્બરથી અદાણી પૉર્ટ આ દેશોમાંથી એક્ઝિમ (નિકાસ-આયાત) કન્ટેનરાઇઝ્ડ કાર્ગો આવવા દેશે નહીં.
અદાણી પૉર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત તમામ ટર્મિનલ્સ પર આ નિયમ લાગુ થશે, જેમાં કોઈ પણ APSEZ પૉર્ટ પર થર્ડ પાર્ટી ટર્મિનલનો સમાવેશ થાય છે.
જ્યાં સુધી આગળની સૂચના ન આવે ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે.
