Site icon

અદાણી પર રિપોર્ટ આપીને પ્રસિદ્ધ થઈ ગયા હિંડનબર્ગના સ્થાપક એન્ડરસન, થોડા જ દિવસોમાં ઓળખવા લાગ્યું આખું વિશ્વ

અદાણી ગ્રૂપ પર જાહેર કરાયેલા રિપોર્ટથી હિંડનબર્ગ રિસર્ચ અને તેના સ્થાપક ભલે કોર્પોરેટ સેક્ટરની નજરમાં આવી ગયા હોય, પરંતુ આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા દરરોજ ઝડપથી વધી રહી છે.

Hindenburg to file new report soon, tweet information on internet

હવે નવુ શું થશે? એક ટ્વીટએ પારો વધાર્યો... અદાણી કે નવો શિકાર, હિંડનબર્ગે બજારમાં હલચલ વધારી!

News Continuous Bureau | Mumbai

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને હિંડનબર્ગ… આ બંને નામો અત્યારે હેડલાઇન્સમાં છે. 24 જાન્યુઆરી, 2023 ના રોજ, અમેરિકન રિસર્ચ ફર્મે અદાણી જૂથ પર ગંભીર આક્ષેપો કરતો અહેવાલ પ્રકાશિત કર્યો, જેના પછી અદાણીનું સામ્રાજ્ય હચમચી ગયું અને ગૌતમ અદાણી અત્યાર સુધીની સૌથી મોટી ખોટનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, આ શોર્ટ સેલર કંપની અને તેના સ્થાપક નેથન એન્ડરસનની લોકપ્રિયતા અદાણીનું નામ જોડાતાની સાથે જ વધી ગઈ છે.

Join Our WhatsApp Community

હિંડનબર્ગની લોકપ્રિયતામાં જોરદાર વધારો

અદાણી ગ્રૂપ પર જાહેર કરાયેલા રિપોર્ટથી હિંડનબર્ગ રિસર્ચ અને તેના સ્થાપક ભલે કોર્પોરેટ સેક્ટરની નજરમાં આવી ગયા હોય, પરંતુ આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા દરરોજ ઝડપથી વધી રહી છે. સોશિયલ મીડિયા એનાલિટિક્સ પ્લેટફોર્મ સોશિયલ બ્લેડના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક મહિનામાં એટલે કે અદાણી ગ્રૂપ પર રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કર્યાથી અત્યાર સુધીમાં હિંડનબર્ગ રિસર્ચના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ 2.5 લાખનો જોરદાર વધારો થયો છે, આ વધારા બાદ તેના કુલ ફોલોઅર્સ 4.5 લાખને પાર કરી ગયા છે.

એન્ડરસનના ટ્વિટર ફોલોઅર્સમાં 17000નો વધારો

ગૌતમ અદાણીનું નામ જોડાતા જ માત્ર કંપનીને જ અસર નથી થઈ, પણ તેના સ્થાપક નેથન એન્ડરસન પણ ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત થઈ રહ્યા છે. ડેટા પર નજર કરીએ તો એક મહિનામાં નેથન એન્ડરસનના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં 17,000નો વધારો થયો છે. એન્ડરસનનું ટ્વિટર હેન્ડલ @ClarityToast છે, હાલ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયેલા ગૌતમ અદાણી પર અહેવાલ જાહેર થયા બાદથી વધુ લોકો તેને ફોલો કરવા લાગ્યા છે. તાજેતરના વધારા પછી, એન્ડરસનના ફોલોઅર્સની કુલ સંખ્યા આશરે 44,000 હોવાનો અંદાજ છે.

રસપ્રદ વાત એ છે કે રિસર્ચ ફર્મ હિંડનબર્ગ જુલાઈ 2017માં ટ્વિટર સાથે જોડાઈ હતી, પરંતુ ફોલોઈંગના મામલે તે ઘણી પાછળ હતી. આ સિવાય નેથન એન્ડરસન પોતાના ટ્વિટર હેન્ડલને પર્સનલ એકાઉન્ટ કહે છે અને તેમની તમામ ટ્વીટ હિંડનબર્ગના રિપોર્ટ સાથે સંબંધિત હોય છે. ફોલોઅર્સની સંખ્યામાં થયેલા તીવ્ર વધારાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ડિસેમ્બર 2022માં તેમાં 430 અંકોનો વધારો થયો હતો, જ્યારે જાન્યુઆરી 2023માં લગભગ 7,000 ફોલોઅર્સ વધી ગયા. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં તેમાં જબરદસ્ત વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : શરૂ થઇ ગયું છે અપડેટેડ Tata Harrier માટે બુકિંગ, જાણો કારના ફીચર્સ અને કિંમત સંબંધિત તમામ વિગતો

અદાણીના અહેવાલ બાદ ઢગલાબંધ ટ્વીટ આવી

છેલ્લા એક મહિનામાં એન્ડરસન અથવા હિંડનબર્ગના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ્સની વાત કરીએ તો, અદાણી ગ્રૂપ પર રિસર્ચ રિપોર્ટ જાહેર થયા પછી, નેથન એન્ડરસને હિંડનબર્ગના રિપોર્ટને સમર્થન આપતા મોટાભાગના મીડિયા રિપોર્ટ્સને ટ્વીટ/રીટ્વીટ કર્યા છે. જો તમે ટ્વીટ્સની સંખ્યા પર નજર નાખો તો, આ એકાઉન્ટમાંથી 7 ડિસેમ્બર, 2022 ના રોજ એક ટ્વીટ કરવામાં આવી હતી, પછી 9 જાન્યુઆરીએ. પરંતુ 24 જાન્યુઆરીએ અદાણી અંગેનો અહેવાલ પ્રકાશિત થયો અને આ ટ્વિટર એકાઉન્ટ ટ્વીટથી છલકાઈ ગયું. અદાણી સંબંધિત સૌથી વધુ ટ્વીટ 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

ફર્મ 16 કંપનીઓ પર જારી કરી ચુકી છે રિપોર્ટ

શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પહેલાં ટ્વિટર સહિત નિકોલા, વિન્સ ફાઇનાન્સ, ચાઇના મેટલ રિસોર્સિસ યુટિલાઇઝેશન, એસસી વર્ક્સ, પ્રિડિક્ટિવ ટેક્નોલોજી ગ્રુપ, સ્માઇલ ડાયરેક્ટક્લબ અને યાંગ્ત્ઝે રિવર પોર્ટ અને લોજિસ્ટિક્સ સહિત લગભગ 16 કંપનીઓ પર પણ તેનો રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો. ટ્વિટર પરના રિપોર્ટે પણ આમાં હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ સૌથી વધુ ચર્ચિત અદાણી ગ્રુપ પર પ્રકાશિત હિંડનબર્ગ રિપોર્ટ રહ્યો.

આ સમાચાર પણ વાંચો : 100W ચાર્જિંગ સાથે આવી રહ્યો છે OnePlusનો અન્ય એક નવો ફોન, મળશે આ પાવરફુલ પ્રોસેસર

અદાણીને કરાવ્યું ભારે નુકસાન

અદાણી સામ્રાજ્ય પર હિંડનબર્ગ રિપોર્ટની ખરાબ અસર વિશે વાત કરીએ, તો જણાવી દઈએ કે 24 જાન્યુઆરીએ તે પબ્લિશ થયું એ પહેલા ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં ચોથા નંબર પર હતા, જે સરકીને હવે 24માં સ્થાને આવી ગયા છે. અદાણી ગ્રૂપના રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અહેવાલની પ્રતિકૂળ અસરને કારણે શેરમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો, જે અત્યાર સુધી ચાલુ છે. આ પછી, જ્યાં અદાણી ગ્રૂપની માર્કેટ કેપમાં $117 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે, ત્યાં ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ ઘટીને $52.6 બિલિયન રહી ગઈ છે.

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
Exit mobile version