Site icon

Adani Wilmar: આનંદના રંગોને વધાવો, હોળી સાથે ફોર્ચ્યુનની ફેસ્ટિવ જર્ની માણો; અદાણી વિલમરનું નવુ કેમ્પેઈન #ફોર્ચ્યુનવાલીહોલી શરૂ..

Adani Wilmar: આનંદના રંગોને વધાવો: હોળી સાથે ફોર્ચ્યુનની ફેસ્ટિવ જર્ની માણો. અદાણી વિલમર નવુ કેમ્પેઈન #ફોર્ચ્યુનવાલીહોલી શરૂ કરી.

Adani Wilmar Enjoy a Festive Journey of Fortune with Holi; Adani Wilmar's New Campaign #FortuneWaliHoli Launched..

Adani Wilmar Enjoy a Festive Journey of Fortune with Holi; Adani Wilmar's New Campaign #FortuneWaliHoli Launched..

News Continuous Bureau | Mumbai

Adani Wilmar:  ભારતમાં ટોચની એફએમસીજી કંપનીઓ પૈકી એક અદાણી વિલમરે “હોલી કે રંગ, ફોર્ચ્યુન કે સંગ” ( Holi Ke rang fortune ke sang ) શીર્ષક હેઠળ આકર્ષક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ સમગ્ર એચએસએમ (હિન્દી ભાષી બજાર)માં ઉજવવામાં આવતા ઉત્સવના રંગો અને ઉત્સાહને અનુરૂપ છે. ફોર્ચ્યુન બ્રાન્ડે ખાદ્ય તેલ, બેસન, બાસમતી ચોખા, આટા, કઠોળ, ખાંડ અને પોહા સહિતની પ્રીમિયમ ઓફરોને રજૂ કરતાં ભારતના પ્રિય તહેવાર હોળીની ઉજવણી કરવા માટે 70-સેકન્ડની વાઇબ્રન્ટ અને મનમોહક ડિજિટલ ફિલ્મ સાથે આ ઝુંબેશનું અનાવરણ કર્યું છે. 

Join Our WhatsApp Community

શ્રી મુકેશ મિશ્રાએ, વાઈસ પ્રેસિડન્ટ-સેલ્સ અને માર્કેટિંગ, અદાણી વિલમરન હતું કે,“રંગોના વાઇબ્રન્ટ તહેવાર હોળી ( Holi  ) સમગ્ર ભારતમાં લાખો લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તે એવો સમય છે જ્યારે સમુદાયો એકસાથે મળી તમામ અવરોધોને દૂર કરતાં આનંદ-ઉત્સાહથી ઉજવણી કરે છે. ફોર્ચ્યુન ખાતે અમે આ મૂલ્યોને વિશેષ રીતે સમજીએ છીએ, બ્રાન્ડ તરીકે ભારતની સંસ્કૃતિના ઉંડા પાયા સાથે અમે અમારા ગ્રાહકો સાથે વધુ લાગણીશીલ ભાવનાઓ સાથે જોડાવા ઉત્સુક છીએ.’’

ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઝુંબેશ ફિલ્મમાં પ્રત્યેક ભારતીય દ્વારા હોળીના તહેવારને વધાવતાં તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ ફિલ્મ રંગોની ઉજવણીને શેરીઓમાંથી રસોડામાં લઈ જાય છે, જ્યાં ગુજિયા, ખસ્તા મઠરી જેવી હોળીની પારંપારિક વાનગીઓ ફોર્ચ્યુનના ( Fortune ) કચી ઘાની મસ્ટર્ડ ઓઈલ, સોયાબિન ઓઈલ, અને સનફ્લાવર ઓઈલની મદદથી બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ અંતમાં એક સુંદર સંદેશ આપી રહી છે – “તો આપ ભી અપને ઢંગ સે હોલી મનાઈએ ઓર ફોર્ચ્યુન સે ત્યોહાર કી રોનક બઢાઈએ! ક્યોકિ ફોર્ચ્યુન કે હર રંગ મેં હે કુછ ખાસ #Fortunwaliholi.”

આ સમાચાર પણ વાંચો :  France: ફ્રાન્સમાં ભારતીય યુવાનો માટે રોજગારના નવા દરવાજા ખુલ્યા, ફ્રેન્ચ કોન્સ્યુલ જનરલે રાજ્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રની લીધી મુલાકાત..

અમે ઘરની રસોઈ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતામાં અડગ છીએ. જો કે, અમે સમજીએ છે કે, હોળી ( Holi Campaign ) એ માત્ર ફૂડનો જ તહેવાર નથી, તે નવી યાદો બનાવવાનો, આનંદ-ઉલ્લાસ કરવાનો અને સંબંધોને વધુ ગાઢ બનાવવાનો તહેવાર છે. તેથી અમારી આ હોળીની ઝુંબેશ રસોઈની સામગ્રીઓથી કંઈક વધુ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે રજૂ કરીએ છીએ, તેનો ઉદ્દેશ ઉજવણી અને આનંદની ક્ષણોમાં સાથી બનવા વિશે છે, ઘરની રસોઈ સાથે તહેવારોને સમૃદ્ધ બનાવવા પર ભાર મૂકે છે. આ હોળીએ ફોર્ચ્યુન સાથે મળી ઘરે આનંદ-ઉલ્લાસથી એક-બીજા સાથે મળી ઉજવણી કરીએ, કારણકે, જ્યારે પણ સોનેરી યાદો બનાવવાની વાત આવે છે, ત્યારે ફોર્ચ્યુન સાથે તૈયાર વાનગીઓ પોતે જ એક ઉજવણી બની જાય છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version