Site icon

Adar Poonawalla London House: હવે લંડનનું સૌથી મોંઘુ ઘર એક ભારતીયનું… 1400 કરોડ નું ઘર કોણે ખરીદ્યું? જાણો વિગતવાર અહીં.

Adar Poonawalla London House: સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાએ લંડનના સૌથી મોંઘા ઘર પર દાવ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા ઘરની કિંમત ₹1,446 કરોડ છે અને તેને વર્ષ 2023ના સૌથી મોંઘા ઘર તરીકે જોવામાં આવી રહ્યું છે..

Adar Poonawalla London House Now the most expensive house in London belongs to an Indian…Who bought a house worth 1400 crores

Adar Poonawalla London House Now the most expensive house in London belongs to an Indian…Who bought a house worth 1400 crores

 News Continuous Bureau | Mumbai

Adar Poonawalla London House: સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ( SII ) ના સીઈઓ અદાર પૂનાવાલા ( Adar Poonawalla ) એ લંડન ( London ) ના સૌથી મોંઘા ઘર ( expensive house ) પર દાવ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા ઘરની કિંમત  ₹1,446 કરોડ છે અને તેને વર્ષ 2023ના સૌથી મોંઘા ઘર તરીકે જોવામાં આવી રહ્યું છે. તેનું સ્થાન લંડનના પ્રખ્યાત હાઇડ પાર્કની નજીક છે અને તે એબરકોનવે હાઉસના ( Aberconway House)  નામથી જાણીતું છે.અદાર પૂનાવાલા પરિવારની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( SII ) ની યુકેની પેટાકંપની સીરમ લાઈફ સાયન્સીસ દ્વારા લગભગ સદી જૂનું મકાન હસ્તગત કરવામાં આવશે. સીએનબીસીએ આ ડીલની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Community

આ લંડનનો બીજો સૌથી મોટો હાઉસિંગ સોદો છે. લંડનમાં સૌથી મૂલ્યવાન હાઉસિંગ ડીલ ( housing deal ) જાન્યુઆરી 2020માં થઈ હતી. આ ડીલ હેઠળ 2-8A રટલેન્ડ ગેટ 210 મિલિયન પાઉન્ડમાં વેચવામાં આવ્યો હતો. તેના વાસ્તવિક ખરીદદાર એવરગ્રાન્ડના સ્થાપક અને ચેરમેન હુઇ કા યાન ( Hui Ka Yan ) હોવાનું બહાર આવ્યું છે. Evergrande એ જ ચીની કંપની છે જેણે પોતાને નાદાર જાહેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Mahadev App : EDને મળી મોટી સફળતા… બહુચર્ચિત મહાદેવ બેટિંગ એપ કેસમાં માલિક રવિ ઉપ્પલની દુબઈમાં કરાઈ અટકાયત … ભારત લાવવાની તૈયારીઓ બની તેજ..

 સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ વેક્સીન બનાવી છે…

અદાર પૂનાવાલાની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ વેક્સીન બનાવી છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિકાસશીલ દેશો માટે ઓછી કિંમતની રસીઓનું ઉત્પાદન કરીને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક બની છે. આ સંસ્થાએ ઓરી, પોલિયો અને ટિટાનસની રસી પણ બનાવી છે. તમને જણાવી દઈએ કે અદારના પિતા અબજોપતિ સાયરસ પૂનાવાલાએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. સાયરસ પૂનાવાલાની સંપત્તિ 16.8 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સાયરસ પૂનાવાલા અબજોપતિઓની રેન્કિંગમાં 108માં સ્થાને છે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version