ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
અર્થ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ એ બન્ને વસ્તુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી માં સમાવી લેવા થી તેના ભાવ ઘટશે.તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલ ની મીટિંગમાં આ સંદર્ભે ચર્ચા થશે અને જો તમામ રાજ્ય આ માટે સહમત થઈ જાય તો આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલ જીએસટી હેઠળ આવી જશે અને ત્યારબાદ ન ફક્ત તેના ભાવ વધશે પરંતુ આખા દેશમાં એક સમાન દર રહેશે.
ઉલ્લેખનીય છે કે હાલ દરેક રાજ્ય પોતાની મરજી પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાખે છે જેને કારણે દરેક રાજ્ય માં અલગ અલગ ભાવ હોય છે.