Site icon

વધુ એક સિમેન્ટ કંપની ખરીદવા માટે અદાણી ગ્રૂપ તૈયાર- લગભગ 50 અબજ રૂપિયામાં આ કંપની ખરીદી શકે છે

News Continuous Bureau | Mumbai

અંબુજા સિમેન્ટ(Ambuja Cement) અને ACC સિમેન્ટના હસ્તાંતરણ(Acquisition of Cement) બાદ હવે ગૌતમ અદાણી(Gautam Adani) સમૂહ સિમેન્ટ સેક્ટરમાં(cement sector) પકડને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી જયપ્રકાશ એસોસિએટ્સને(Jayaprakash Associates) ખરીદવાની તૈયારી કરી રહી છે. એક મીડિયા અહેવાલ અનુસાર ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી જૂથ(Adani Group) તેને ખરીદવા માટે ચર્ચા વિચારણા કરી રહ્યું છે. સૂત્રોનુસાર આ સોદો અંદાજે 50 અબજ રૂપિયામાં થઇ શકે છે. 

Join Our WhatsApp Community

આ સોદામાં સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ (Cement Grinding Unit) અને જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડની(Jayaprakash Power Ventures Limited) એસેટ્સ પણ સામેલ છે. બ્લુમબર્ગે(Bloomberg) બે લોકોના હવાલેથી આ જાણકારી આપી છે. કેટલાક લોકોના હવાલાથી બ્લૂમબર્ગે કહ્યું છે કે આ હસ્તાંતરણ હાલમાં જ હસ્તાંતરિત ગૌતમ અદાણીની સિમેન્ટ કંપની દ્વારા જ કરવામાં આવશે. કેટલાક સપ્તાહમાં જ તેને લઇને સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.

આ સોદા બાદ અદાણી જૂથ સિમેન્ટ સેક્ટરમાં વધુ મજબૂત બનશે

જો આ સોદો આગળ વધે છે અને સફળ રહે છે તો આ હસ્તાંતરણ બાદ અદાણી જૂથનું સિમેન્ટ કારોબારમાં સ્થાન  વધુ મજબૂત  થશે. આપને જણાવી દઇએ કે સ્વિત્ઝર્લેન્ડની કંપની હોલ્સિમ લિમિટેડથી(Holsim Limited) અદાણી જૂથે તાજેતરમાં જ ACC લિમિટેડની ખરીદી કરી હતી. અંબુજા સીમેન્ટ અને એસીસી લિમિટેડના(Cement and ACC Ltd) હસ્તાંતરણ બાદ હવે તે ભારતમાં બીજી સૌથી મોટી સીમેન્ટ ઉત્પાદક કંપની બની ગઇ છે જેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 675 લાખ ટન છે.

આ સમાચાર પણ વાંચો :  દિવાળી અને મંદી – દિવાળી આવી રહી છે અને મંદી એ માથું ઉચક્યું છે- આ બિઝનેસને નુકશાન થઇ શકે છે

બ્લૂમબર્ગે અદાણી જૂથના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ આ અંગે કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જયપ્રકાશ એસોસિએટ્સના પ્રતિનિધિ નિવેદન માટે હાજર ન હતા. 

જયપ્રકાશ એસોસિએટ્સના શેર્સમાં તેજી

આ સમાચાર બાદ જયપ્રકાશ એસોસિએટ્સના શેર્સમાં 13 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જયપ્રકાશ પાવર વેન્ચર્સમાં 3.7 ટકાનો વધારો થયો હતો. જયપ્રકાશ એસોસિએટ્સના બોર્ડે દેવું ઘટાડવા માટે કંપનીના મહત્વપૂર્ણ સિમેન્ટ કારોબારના કેટલાક હિસ્સાને વેચવાનો નિર્ણય કર્યો છે.

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Exit mobile version