Site icon News Continuous Bureau | Mumbai

કંપનીઓની આંખ ખુલી : ફેક TRP અને નફરત ફેલાવતી ન્યૂઝ ચેનલો પર ઍડ નહીં આપે.. બજાજ બાદ પાર્લે જીએ લીધો મોટો નિર્ણય

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
12 ઓક્ટોબર 2020

મુંબઈ પોલીસે 'ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ' (ટીઆરપી) ની છેડતી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ પછી, અગ્રણી જાહેરાત આપનારાઓ અને મીડિયા એજન્સીઓ આવી ચેનલોને નજીકથી જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્લેના ઉત્પાદનો બનાવતી કંપનીએ નિર્ણય કર્યો છે કે તે ટીવી પર પાર્લેજી બિસ્કીટની જાહેરાત નહીં  આપે. 

Join Our WhatsApp Channel

કંપનીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, સમાજમાં ઝેર ફેલાવતી સામગ્રીનું પ્રસારણ કરતી ન્યૂઝ ચેનલો પર પોતાની જાહેરાત નહીં આપે. તેમણે કહ્યું, "અમે એવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ કે જેમાં અન્ય જાહેરાતકારો ભેગા થાય અને ન્યૂઝ ચેનલો પર તેમની જાહેરાતના ખર્ચ પર સંયમ રાખે. જેથી બધી ન્યૂઝ ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેમની ચેનલ  કોઈ એજન્ડા પર નહીં ચાલે. પરંતુ જનતાને સારા અને સાચા ન્યૂઝ બતાવવા પડશે." તેમણે કહ્યું કે આક્રમકતા અને સામાજિક નુકસાનને પ્રોત્સાહન આપતી ચેનલો પર કોઈ ઉત્પાદક કંપની પૈસા ખર્ચ કરવા નથી માંગતી કારણ કે તે તેનો લક્ષ્યાંક ગ્રાહક નથી. 

લોકો સોશ્યલ મીડિયા પર બજાજ અને પાર્લેજી કંપનીના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ કહ્યું, 'ઉત્તમ પહેલ.' બીજા વપરાશકર્તાએ કહ્યું, 'ખૂબ સરસ. આમ વધુ ને વધુ કંપનીઓએ આ માર્ગને અનુસરવું જોઈએ. 

આ ટીઆરપી શું છે!??
ટીઆરપી બતાવે છે કે કયા કયા ટીવી પ્રોગ્રામ્સ સૌથી વધુ જોવાય છે. તેમાં પરથી પ્રેક્ષકોની પસંદગી અને ચેનલની લોકપ્રિયતા જાણી શકાય છે. અને  જેમ TRP વધુ તેમ ચેનલને વધુ ઍડ મળે છે. જે ચેનલો ની આવકનું મુખ્ય સાધન ગણાય છે.

Richest Person in the World ડોલરની રેસમાં કોણ આગળ, કોણ પાછળ? વૈશ્વિક માર્કેટમાં ટેક ટાયકૂન્સની સંપત્તિમાં મોટો ફેરબદલ, એલોન મસ્ક નંબર1 પર અડીખમ
Lemon Price Hike મોંઘવારીની ચોતરફી થપાટ શાકભાજી માર્કેટમાં લીંબુ લાલઘૂમ, અન્ય ખાદ્યચીજો મોંઘી થયા બાદ લીંબુના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
Exit mobile version