ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોરોના મહામારીની વચ્ચે પહેલી વાર ઈકોનોમીના મોરચે દેશને સૌથી સારા સમાચાર મળ્યાં છે.
સરકાર દ્વારા જારી જીડીપીના લેટેસ્ટ આંકડા પરથી સ્પષ્ટ જોવા જણાય છે કે નાણાકીય વર્ષ 2022 ના પહેલા ત્રિમાસિક એટલે કે એપ્રિલ 2021થી જૂન 2021 સુધી દેશના જીડીપીમાં 20.1 ટકા જીડીપી ગ્રોથ થયો છે.
આંકડામાં જણાવ્યાનુસાર 2021-22 ના પહેલા ત્રિમાસિકમાં જીડીપી 32.38 લાખ કરોડ રહી છે, જે 2020-21 ના પહેલા ત્રિમાસિકમાં 26.95 લાખ કરોડ રુપિયા હતી.
એટલે કે વર્ષ દર વર્ષને આધારે જીડીપીમાં 20.1 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષ 2020-21 ની પહેલા ત્રિમાસિકમાં ભારતના જીડીપીમાં 24.4 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વિશ્વના આ દેશના એરપોર્ટ પર થયો ડ્રોન હુમલો: 8 ઘાયલ, વિમાનને પણ નુકસાન
