Site icon

દસ વર્ષ સુધી સતત વધારા પછી સ્માર્ટફોનનું વેચાણ 2021માં 16 કરોડ 10 લાખ યુનિટના ટોચે પહોંચ્યું હતું, જે સંખ્યા ઘટીને 14 કરોડ 80 લાખ પર આવી ગઈ છે

મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સુવિધામાં અસમાનતાને કારણે ડિજિટાઈઝેશનના માધ્યમથી સરકારી તંત્રમાં સુધારાના સારા પ્રયાસ પ્રભાવિત થઈ શકે છે. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના આધાર ગુપ્તા કહે છે, સરેરાશ ભારતીયના હિસાબે ડિજિટાઈઝેશન કાર્યક્રમનું મૂલ્યાંકન થવું જોઈએ.

After ten years of steady growth, smartphone sales

After ten years of steady growth, smartphone sales

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઈન્ટરનેટ કનેક્શન વધવાની ગતિ ધીમી પડી છે. સ્માર્ટફોનના વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે. જેનાથી ડિજિટાઈઝેશનના કાર્યક્રમો પર અસર પડશે. મહિલાઓ-પુરુષો અને શહેરી-ગ્રામીણ વિસ્તારોની વચ્ચે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ કનેક્શન બાબતે ઘણી જ અસમાનતા છે. દેશમાં લગભગ એક અબજ મોબાઈલ ફોન યુઝર છે, જેમાંથી એક તૃતિયાંશ લોકો પાસે સામાન્ય ફોન છે. તાજેતરના આંકડા જણાવે છે કે, આ ફોન ઝડપથી અપગ્રેડ થશે નહીં. કેટલાક યુઝરોને બાદ કરતાં તમામ ઈન્ટરનેટ યુઝર પોતાના ફોન દ્વારા ઓનલાઈન રહે છે. તેમ છતાં બ્રોડબેન્ડ કનેક્શનોની સંખ્યા લગભગ સ્થિર છે. આંકડા મુજબ ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશમાં 79 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન હતા. જે ઓગસ્ટ, 2021ના 78 કરોડ 90 લાખથી થોડા જ વધુ છે. સબસ્ક્રાઈબરોની સંખ્યા તેનાથી પણ ઓછી છે, કેમકે અનેક લોકો પાસે એકથી વધુ કનેક્શન છે. માર્કેટ રિસર્ચ કંપની આઈડીસીના અનુસાર દસ વર્ષ સુધી સતત વધારા પછી સ્માર્ટફોનનું વેચાણ 2021માં 16 કરોડ 10 લાખ યુનિટના ટોચે પહોંચ્યું હતું. ગયા વર્ષે આ સંખ્યા ઘટીને 14 કરોડ 80 લાખ પર આવી ગઈછે. આ દરમિયાન સરેરાશ સ્માર્ટફોનનો ભાવ મહામારી પહેલાના રૂ.13 હજારથી વધીને 2022માં રૂ.17,900 થઈ ગયો હતો. આઈડીસીના નવકેન્દ્ર સિંહ કહે છે, નિર્માતાઓને પણ અત્યંત સસ્તા ફોન વેચવામાં ફાયદો નથી. રૂ.8 હજારથી ઓછી કિંમતના સ્માર્ટફોનની બજારમાં ભાગીદારી 2019ના 13%થી ઘટી ગયા વર્ષે 12% રહી ગઈ હતી. કાઉન્ટરપોઈન્ટમાં એનાલિસ્ટ શિલ્પી જૈન કહે છે, મહામારી પહેલા દર મહિને લગભગ 50 લાખ વ્યક્તિ સામાન્ય ફોન છોડીને સ્માર્ટફોન ખરીદતા હતા, જે સંખ્યા ગયા વર્ષે ઘટીને 30 લાખથઈ ગઈ છે. જૂન-2022 સુધી સબસ્ક્રિપ્શનમાં 28%નો વધારો થયો છે. મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સુવિધામાં અસમાનતાને કારણે ડિજિટાઈઝેશનના માધ્યમથી સરકારી તંત્રમાં સુધારાના સારા પ્રયાસ પ્રભાવિત થઈ શકે છે. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના આધાર ગુપ્તા કહે છે, સરેરાશ ભારતીયના હિસાબે ડિજિટાઈઝેશન કાર્યક્રમનું મૂલ્યાંકન થવું જોઈએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: ભારતીય ટીમને મોટો ફટકો, શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે પહેલા કોચ રાહુલ દ્રવિડ બીમાર

મહિલાઓ પાસે સ્માર્ટફોનની સંખ્યા પુરુષોથી ઓછી

ટેલીકોમ ટ્રેડ બોડી જીએસએમએનું અનુમાન છે કે, 2021માં અડધા વયસ્ક ભારતીય પુરુષો પાસે સ્માર્ટફોન હતા, જ્યારે માત્ર એક ચતુર્થાંશ મહિલાઓ પાસે આવા ફોન છે. ગામડાં અને શહેરોની વચ્ચે પણ મોટું અંતર છે. શહેરોમાં ઈન્ટરનેટની પહોંચ 103% છે, જ્યારે ગામમાં 38% છે. ત્રણ ચતુર્થાંશ ગ્રેજ્યુએટ પાસે કોઈ પણ પ્રકારનો સ્માર્ટફોન છે, જ્યારે પ્રાઈમરી શિક્ષણ પ્રાપ્ત ત્રણ ચતુર્થાંશ લોકો પાસે નથી.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version