ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 27 ઓક્ટોબર, 2021.
બુધવાર.
2 દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે.
સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 37 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ પેટ્રોલ 107.94 અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલ 113.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 104.75 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
