Site icon

Air India:એર ઈન્ડિયાને નોન-ક્વોલિફાઈડ ક્રૂ મેમ્બર સાથે ફ્લાઈટ્સ ઓપરેટ કરવી પડી ભારે; DGCAએ કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો અધધ આટલા લાખનો દંડ..

Air India: એવિએશન રેગ્યુલેટર DGCA એ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા પર અયોગ્ય પાઈલટો સાથે ફ્લાઈટ્સ ઓપરેટ કરવા બદલ રૂ. 90 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, રેગ્યુલેટરે એર ઈન્ડિયાના ઓપરેશન્સ ડિરેક્ટર પંકુલ માથુર અને ટ્રેનિંગ ડિરેક્ટર મનીષ વસાવડા પર 6 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Air India Air India fined Rs 90 lakh for flying with non-qualified pilots

Air India Air India fined Rs 90 lakh for flying with non-qualified pilots

News Continuous Bureau | Mumbai

Air India: નિયમોના ઉલ્લંઘન પર કડક વલણ અપનાવતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA ) એ એર ઈન્ડિયા પર 99 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નોન-ક્વોલિફાઈડ ક્રૂ મેમ્બર સાથે જોડાયેલા આ કેસમાં DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર 90 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સિવાય એર ઈન્ડિયાના ડાયરેક્ટર ઓપરેશન્સ પર 6 લાખ રૂપિયા અને ડાયરેક્ટર ટ્રેનિંગ પર 3 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. રેગ્યુલેટરે આ ફ્લાઈટના પાઈલટને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવી જોઈએ.

Join Our WhatsApp Community

Air India: DGCAએ આને ખૂબ જ ગંભીર સુરક્ષા ક્ષતિ ગણાવી 

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( ડીજીસીએ ) એ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા લિમિટેડે એક ફ્લાઇટનું સંચાલન કર્યું હતું જેનું સંચાલન નોન-ટ્રેનર લાઇન કેપ્ટન અને નોન-લાઇન-રિલીઝ્ડ ફર્સ્ટ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. DGCAએ આને ખૂબ જ ગંભીર સુરક્ષા ક્ષતિ ગણાવી અને કહ્યું કે તેના ગંભીર પરિણામો આવી શકે છે. આ મામલો 10 જુલાઈ, 2024 ના રોજ એર ઈન્ડિયા દ્વારા સબમિટ કરવામાં આવેલા સ્વૈચ્છિક અહેવાલ દ્વારા DGCA પાસે આવ્યો હતો. રેગ્યુલેટરે સંજ્ઞાન લીધું હતું અને એર ઈન્ડિયાની કામગીરીની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી, જેમાં દસ્તાવેજોની સમીક્ષા અને એર ઈન્ડિયા શેડ્યુલિંગ સુવિધાની સ્પોટ ચેકનો સમાવેશ થાય છે. તપાસ બાદ, પ્રથમ દૃષ્ટિએ ઘણા પ્રકારની ખામીઓ જોવા મળી હતી અને ઘણા પોસ્ટ હોલ્ડરો અને સ્ટાફ તરફથી નિયમનકારી નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું, જેના કારણે સલામતીને અસર થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ PM Modi in Ukraine: પીએમ મોદી પહોંચ્યા યુક્રેન, ઝેલેન્સકી સાથે કરી મુલાકાત; લગાવ્યા ગળે, ખભે મુક્યો હાથ.. જુઓ વિડીયો

Air India: કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી 

DGCA મંજૂર એર ઈન્ડિયાના ફ્લાઈટ કમાન્ડર અને પોસ્ટ ધારકોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી અને 22 જુલાઈ 2024ના રોજ તેમના મંતવ્યો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જોકે, ડીજીસીએ તેમના જ્વાબથી સંતુષ્ટ નથી. આ પછી, DGCA એ નિયમો અને કાયદા હેઠળ અમલીકરણ કાર્યવાહી કરી છે અને દંડ લાદ્યો છે.

એર ઈન્ડિયા અગાઉ જાહેર ક્ષેત્રની એરલાઈન હતી જેને ટાટા ગ્રુપ દ્વારા જાન્યુઆરી 2022માં ખરીદવામાં આવી હતી.

 

 

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version