Site icon

Air India Express: ઉદ્ઘાટન પહેલા જ એર ઈન્ડિયાની આવી મોટી જાહેરાત.. આ ત્રણ શહેરોથી અયોધ્યા ધામ માટે મળશે સીધી ફ્લાઈટ..

Air India Express: આજે એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. જેમાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામથી દેશના ત્રણ મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ ચલાવવા આવશે.

Air India Express Such a big announcement of Air India even before the inauguration.. Direct flights will be available from these three cities to Ayodhya Dham

Air India Express Such a big announcement of Air India even before the inauguration.. Direct flights will be available from these three cities to Ayodhya Dham

 News Continuous Bureau | Mumbai  

Air India Express: આજનો 30 ડિસેમ્બરનો દિવસ અયોધ્યા ( Ayodhya ) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) બપોરે 12.15 વાગ્યે અયોધ્યામાં બનેલા નવા એરપોર્ટ  અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન ( Inauguration ) કરવા જઈ રહ્યા છે. અયોધ્યાના આ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ ( Maharishi Valmiki International Airport Ayodhya Dham ) એવું રાખવામાં આવ્યું છે. એરપોર્ટના ઉદઘાટન પહેલા, એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવાર, ડિસેમ્બર 29 ના રોજ દેશના ત્રણ મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. એરલાઈન્સે ( Airlines ) કહ્યું છે કે 17 જાન્યુઆરી, 2024થી બેંગલુરુ અને કોલકાતાથી અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ ચલાવવામાં આવશે. આ સિવાય એર ઈન્ડિયા એક્સપ્રેસ 30 જાન્યુઆરીથી દિલ્હી અને અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ ( flight ) ચલાવશે. એમ મિડીયા અહેવાલથી પ્રાપ્ત જાણકારીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Community

બેંગલુરુ અને અયોધ્યા વચ્ચેની ફ્લાઈટના ટાઈમ ટેબલ વિશે મિડીયા અહેવાલ અનુસાર પ્રાપ્ત માહિતીમાં, પહેલી ફ્લાઈટ 17 જાન્યુઆરીએ સવારે 8.05 વાગ્યે ઉડાન ભરશે, જે સવારે 10.35 વાગ્યે અયોધ્યા પહોંચશે. જ્યારે ફ્લાઇટ અયોધ્યાથી દરરોજ 3.40 મિનિટે ઉપડશે અને 6.10 મિનિટે બેંગલુરુ પહોંચશે. અયોધ્યાથી પ્રથમ ફ્લાઈટ 17 જાન્યુઆરીએ સવારે 11.05 વાગ્યે ઉપડશે અને બપોરે 12.50 વાગ્યે કોલકાતા પહોંચશે. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ કોલકાતાથી દરરોજ 1.25 મિનિટે ઉપડશે અને 3.10 મિનિટે અયોધ્યા પહોંચશે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આજે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે….

મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ધામ એરપોર્ટ માટે નવી ફ્લાઈટ્સ વિશે પ્રાપ્ત મિડીયા રિપોર્ટ પ્રમાણે- એર ઈન્ડિયા એક્સપ્રેસનો હંમેશા પ્રયાસ છે કે દેશના દરેક વિસ્તારમાં ફ્લાઈટ સેવાઓ પૂરી પાડવામાં આવે. આ માટે અમે દિવસ-રાત સતત કામ કરીએ છીએ. અયોધ્યા માટે ફ્લાઈટ્સની માંગને ધ્યાનમાં લઈને, અમે દેશના ત્રણ મોટા શહેરો એટલે કે દિલ્હી, કોલકાતા અને બેંગલુરુથી સીધી ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. એમ એક એરપોર્ટ અધિકારીએ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ULFA News: આસામમાં ઉગ્રવાદ ખતમ… આ જૂથે હથિયાર હેઠા મુક્યા, અપનાવ્યો શાંતિનો માર્ગ..

આજે 30મી ડિસેમ્બરે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. આ ખાસ અવસર પર ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ ટેકઓફ થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ સ્પષ્ટતા કરી છે કે 6 જાન્યુઆરી 2024થી કોમર્શિયલ ફ્લાઇટ ( Commercial flight ) ઓપરેશન શરૂ થશે. ઈન્ડિગો 11 જાન્યુઆરી, 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ફ્લાઈટનું સંચાલન શરૂ કરશે.

Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Delhi Police: દિલ્હીમાં ગોળીબાર! મહેરૌલી-નાંગલોઈમાં એન્કાઉન્ટર, કુખ્યાત કાકૂ પહાડિયા સહિત આટલા બદમાશો ઘાયલ.
Exit mobile version