Site icon

મસ્કત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી- એર ઈન્ડીયાની ફ્લાઈટમાં અચાનક લાગી આગ- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યો- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ઓમાન(Oman) ની રાજધાની મસ્કત(Muscat) માં એર ઈન્ડીયા(Air India) ની એક ફ્લાઈટ સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મસ્કત એરપોર્ટ પરથી કેરળ(Keralના કોચી(Konchi) તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિન(Engine Fire) માં આગ લાગી હતી, જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો(Smoke) ફેલાઈ ગયો હતો.

Join Our WhatsApp Community

 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 442 મસ્કતથી કોચિ માટે ટેકઓફ કરવાની હતી. પરંતુ તે દરમિયાન ફ્લાઈટમાં ધુમાડો દેખાવા લાગ્યો. આ પછી મસ્કતથી કોચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ કેન્સલ(cancel) કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. 

 આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી- ચાલતી ગાડી પકડવાના ચક્કરમાં મહિલા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ- પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો

નોંધપાત્ર વાત એ છે કે દુર્ઘટના સમયે પ્લેનમાં 141 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા. હાલમાં એન્જિનિયરોની ટીમ વિમાનની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ મુસાફરો માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા બે મહિના પહેલા પણ કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડીયાની ફ્લાઈટને મસ્કત બાજુ ડાયવર્ટ કરવી પડી હતી. 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version