Site icon

Airtelનો આ છે સૌથી સસ્તો પ્લાન, એક મહિના સુધી સીમ કાર્ડ રહેશે એક્ટીવ, મળશે આ સુવિધા..

News Continuous Bureau | Mumbai

ટેલિકોમ કંપની (Telecom company) ઓ હવે તેમના પોર્ટફોલિયોમાં (portfolio) ખાસ રિચાર્જ પ્લાન (Recharge plan) ધરાવે છે. આ રિચાર્જ પ્લાન TRAIના આદેશ બાદ ઉમેરવામાં આવ્યો છે, જે 30 દિવસની નહીં પણ એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. એટલે કે મહિનો 30 દિવસનો હોય કે 31 દિવસનો, તમને આખા મહિના દરમિયાન ટેલિકોમ સેવાઓનો (Telecom Services) લાભ મળતો રહેશે.

Join Our WhatsApp Community

આવા કેટલાક પ્લાન એરટેલના પોર્ટફોલિયોમાં પણ છે, જેમાં યુઝર્સને આખા મહિના માટે ટેલિકોમ સર્વિસ મળે છે. જો તમને આવું રિચાર્જ જોઈએ છે તો એરટેલના (Airtel) પોર્ટફોલિયોમાં બે રિચાર્જ પ્લાન છે. બંને રિચાર્જ પ્લાનની કિંમત અને ફાયદામાં ઘણો તફાવત છે. ચાલો જાણીએ આ યોજનાઓની વિગતો.

319 રૂપિયાનો રિચાર્જ પ્લાન

એરટેલનો 319 રૂપિયાનો રિચાર્જ પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે આવે છે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. આ સિવાય યુઝર્સને અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલનો લાભ મળે છે. આ સાથે યુઝર્સને દરરોજ 100 SMS મળશે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ લિસ્ટ

આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે

બીજી તરફ, એક મહિનાની વેલિડિટી (Months of validity) સાથેના સૌથી સસ્તા એરટેલ રિચાર્જ પ્લાનની વાત કરીએ તો, કંપનીના પોર્ટફોલિયોમાં 111 રૂપિયાનો પ્લાન સામેલ છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને એક મહિનાની વેલિડિટી માટે 99 રૂપિયાનો ટોક ટાઈમ, 200MB ડેટા મળી રહ્યો છે. રિચાર્જમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળતો નથી.

આ પ્લાન હેઠળ યુઝર્સને 2.5 પૈસા/સેકન્ડના દરે લોકલ અને STD કોલિંગ મળે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને અન્ય લાભો નથી મળતા. પરંતુ સિમને એક્ટિવ રાખવા માટે આ એરટેલનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે.

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Exit mobile version