Site icon

Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

News Continuous Bureau | Mumbai

એરટેલે 5G પ્લસ(Airtel 5G Plus) સાથે દાવો કર્યો છે કે, યુઝર્સને વર્તમાન ઈન્ટરનેટ સ્પીડ(Current internet speed)  કરતાં 20-30 ગણી વધુ સ્પીડ મળશે. યુઝર્સને કૉલિંગ દરમિયાન ક્લિયર વૉઇસ સાથે સુપર ફાસ્ટ કૉલ કનેક્ટની સુવિધા(Super fast call connect facility) પણ મળશે.

Join Our WhatsApp Community

ભારતી એરટેલે  6 ઓક્ટોબરથી દેશમાં Airtel 5G Plus સેવા શરૂ કરી છે. એરટેલ 5G પ્લસ પ્રથમ આઠ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આની જાહેરાત કરતાં, કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકોને 5G પ્લસ સેવાઓનો લાભ લેવા માટે તેમના સિમ કાર્ડ બદલવાની જરૂર રહેશે નહીં કારણ કે 5G નેટવર્કનો ઉપયોગ ફક્ત વર્તમાન એરટેલ 4G સિમમાં જ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : ફાયદાનો સોદો – ફક્ત 2 હજારમાં શરૂ કરો આ છોડની ખેતી- 4 લાખ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે

20-30 ગણી વધુ સ્પીડ મળશે

એરટેલે 5G પ્લસ સાથે દાવો કર્યો છે કે, યુઝર્સને વર્તમાન ઈન્ટરનેટ સ્પીડ કરતાં 20-30 ગણી વધુ સ્પીડ મળશે. યુઝર્સને કૉલિંગ દરમિયાન ક્લિયર વૉઇસ સાથે સુપર ફાસ્ટ કૉલ કનેક્ટની સુવિધા પણ મળશે. કંપનીએ એમ પણ કહ્યું કે, ગ્રાહકોને 5G પ્લસ સેવાઓ મેળવવા માટે તેમના સિમ કાર્ડ બદલવાની જરૂર નથી, તેઓ 5G નેટવર્કનો ઉપયોગ હાલના એરટેલ 4G સિમમાં જ કરી શકે છે.

આ યોજનાની કિંમત હશે

એરટેલનો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન 249 રૂપિયામાં મળશે, તેમાં 2 GB ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા(Free calling facility) મળશે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રહેશે. ત્યારે 56 દિવસની માન્યતા સાથે એરટેલનો સૌથી સસ્તો પ્લાન 499 રૂપિયામાં આવશે. તેમાં કુલ 6 GB ડેટા મળશે, જ્યારે 365 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો 5G પ્લાન 1,699 રૂપિયામાં આવશે. એરટેલના 1,699 રૂપિયાના પ્લાનમાં કુલ 24 GB ડેટા આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : બેન્કો દ્વારા આગામી 6 મહિનામાં ડિપોઝિટ રેટ્સમાં 1-50 ટકા સુધીનો વધારો શક્ય

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version