Site icon

આ એરલાઈન કંપની સપ્ટેમ્બર અંત સુધીમાં ભારતમાં ચાલુ કરશે વધુ સાપ્તાહિક ફ્લાઈટ- જાણો શું છે એરલાઈન્સનો પ્લાન

News Continuous Bureau | Mumbai

થોડા સમય પહેલા જ ભારતમાં શરૂ થયેલી એરલાઇન કંપની અકાસા એર (Akasa Air) સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સનું (flights)સંચાલન કરશે એવી તેણે જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

કંપનીએ 7 ઓગસ્ટના બેંગ્લોર-મુંબઈ રૂટ(Bangalore-Mumbai route) પર ફ્લાઈટ સેવા(Flight service) શરૂ કરી હતી. હાલ  તે ત્રણ રૂટ પર ઑપરેટ કરી રહી છે, જેમાં  મુંબઈ-અમદાવાદ, બેંગલુરુ-કોચી અને બેંગલુરુ-મુંબઈ રૂટનો સમાવેશ થાય છે.

હાલમાં, એરલાઇન બેંગલુરુ-મુંબઈ રૂટ પર દિવસમાં બે ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. કંપનીએ તાજેતરમાં પ્રેસ રિલિઝ(Press release) બહાર પાડીને જણાવ્યું હતું કે તે થોડા સમય બાદ બેંગ્લોર-મુંબઈ રૂટ પર કામગીરીનું વિસ્તરણ કરશે. આ અંતર્ગત એક વધારાની દૈનિક ફ્લાઇટ 30 ઓગસ્ટ 2022થી શરૂ થશે અને બીજી ફ્લાઇટ 19 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. એરલાઇન 10 સપ્ટેમ્બરથી બેંગલુરુથી ચેન્નાઈને(Bangalore to Chennai) જોડતા રૂટ પર ફ્લાઇટ સેવાઓ પણ શરૂ કરવાની છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી

અકાસા એરએ(Akasa Air) જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં 150 સાપ્તાહિક ફ્લાઇટ્સ પાર કરવાની અપેક્ષા રાખે છે. કંપનીએ અત્યાર સુધીમાં મુંબઈ, અમદાવાદ, કોચી, બેંગલુરુ અને ચેન્નાઈ એમ પાંચ શહેરો માટે છ રૂટ પર ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. હાલમાં એરલાઇન પાસે ત્રણ એરક્રાફ્ટ છે. તે દર બે અઠવાડિયે એક નવું એરક્રાફ્ટ ઉમેરવાની યોજના ધરાવે છે અને માર્ચ 2023ના અંત સુધીમાં તેના કાફલામાં 18 એરક્રાફ્ટ હશે.

Akasa Airના મુખ્ય રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના(Rakesh Jhunjhunwala) મૃત્યુ બાદ એરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(Chief Executive Officer) (CEO) વિનય દુબેએ(Vinay Dubey) કહ્યું હતું કે કે નવી એરલાઇન કંપની અને એરક્રાફ્ટ(Airline Company and Aircraft) માટે ઓર્ડર આપવા માટે નાણાકીય રીતે એટલી મજબૂત છે.

અહીં ઉલ્લેખનીય છે કે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ, સ્ટોક ટ્રેડર (Businessman, stock trader) અને રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે અવસાન થયું હતું. જ્યારે રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપની અકાસા એરએ પ્રથમ ઉડાન ભરી, ત્યારે જ તેમનું મૃત્યુ થયું હતું. અકાસા એરની પ્રથમ ફ્લાઈટ મુંબઈ-અમદાવાદ રૂટ પર એક અઠવાડીયા અને દસ દિવસ પહેલા જ શરૂ થઈ હતી અને આગામી દિવસોમાં દેશના વિવિધ રૂટ પર ઘણી ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાયો દહીં-હાંડીનો તહેવાર- મુંબઈમાં આટલા ગોવિંદા થયા ઘાયલ- કરાયા આ હોસ્ટિપલમાં દાખલ

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version