Site icon News Continuous Bureau | Mumbai

Aluminum Price Hike 2026: ઈઝરાયેલ-ઈરાન જંગની માઠી અસર: એલ્યુમિનિયમ ના ભાવ 4 વર્ષની ઊંચી સપાટીએ, વૈશ્વિક સપ્લાય ખોરવાતા ખળભળાટ

લંડન મેટલ એક્સચેન્જ પર ભાવ $3,499 ને પાર, પર્શિયન ગલ્ફથી થતું 9% શિપમેન્ટ અટકતા ઉદ્યોગો મુશ્કેલીમાં

Aluminum Price Hike 2026: ઈઝરાયેલ-ઈરાન જંગની માઠી અસર: એલ્યુમિનિયમ ના ભાવ 4 વર્ષની

Aluminum Price Hike 2026: ઈઝરાયેલ-ઈરાન જંગની માઠી અસર: એલ્યુમિનિયમ ના ભાવ 4 વર્ષની

News Continuous Bureau | Mumbai
Aluminum Price Hike 2026 મધ્ય પૂર્વ (Middle East) માં વધતી જતી દુશ્મનાવટ અને યુદ્ધના કારણે એલ્યુમિનિયમના ભાવ લગભગ 4 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ઈરાન દ્વારા પડોશી દેશો પરના હુમલા અને ઈઝરાયેલ દ્વારા તેહરાનના ફ્યુઅલ ડેપો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને (Air Strike) કારણે ઔદ્યોગિક ધાતુઓના બજારમાં ગભરાટ ફેલાયો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લંડન મેટલ એક્સચેન્જ પર એલ્યુમિનિયમનો ભાવ 1.6% વધીને 3,499.50 ડોલર પ્રતિ ટન થયો છે, જે એપ્રિલ 2022 પછીનો સૌથી વધુ ભાવ છે.છેલ્લા એક અઠવાડિયામાં એલ્યુમિનિયમની કિંમતમાં આશરે 10% નો વધારો જોવા મળ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ફારસની ખાડી (Persian Gulf) થી થતા શિપમેન્ટમાં અવરોધ ઊભો થયો છે. નોંધનીય છે કે એલ્યુમિનિયમની વૈશ્વિક સપ્લાયનો લગભગ 9% હિસ્સો આ જ રૂટ પરથી પસાર થાય છે. પરિવહન અટકવાને કારણે અમેરિકા અને યુરોપના ખરીદદારો હવે એશિયાથી અન્ય કાર્ગો (Cargo) મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.

કતાર અને બહેરીનમાં ઉત્પાદન અને ડિલિવરી ઠપ

યુદ્ધની સ્થિતિને જોતા મધ્ય પૂર્વના કતાર (Qatar) અને બહેરીન (Bahrain) માં આવેલા ઓછામાં ઓછા બે મોટા સ્મેલ્ટર્સે (Smelters) એલ્યુમિનિયમની ડિલિવરી રોકવાની ફરજ પડી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ લડાઈ લાંબો સમય ચાલશે તો એલ્યુમિનિયમની સપ્લાય ચેઈનને વધુ નુકસાન થશે. સપ્લાયમાં ઘટાડો અને વધતી માંગને કારણે આગામી દિવસોમાં બાંધકામ, ઓટોમોબાઈલ અને પેકેજિંગ ઉદ્યોગોમાં ઉત્પાદન ખર્ચ (Production Cost) વધવાની પૂરેપૂરી શક્યતા છે.

Join Our WhatsApp Channel

ક્રૂડ ઓઈલ $100 ને પાર, હોર્મુઝ સ્ટ્રેટમાં જોખમ

પશ્ચિમ એશિયાના સંકટને કારણે સોમવારે કાચા તેલ (Crude Oil) ની કિંમતમાં પણ 20% નો ઉછાળો આવ્યો છે અને તે 100 ડોલર પ્રતિ બેરલના આંકને વટાવી ગઈ છે. 4 વર્ષમાં પ્રથમવાર તેલ આટલું મોંઘું થયું છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) દ્વારા સપ્લાય બંધ થવાના ડરથી વિશ્વભરના વ્યવસાયો અને ગ્રાહકોએ આગામી અઠવાડિયાઓ સુધી ઈંધણના વધેલા ભાવોનો સામનો કરવો પડી શકે છે. જોકે સાઉદી અરેબિયા લાલ સમુદ્ર (Red Sea) દ્વારા શિપમેન્ટ વધારી રહ્યું છે, પરંતુ તે અછતને પહોંચી વળવા પૂરતું નથી.

આ સમાચાર પણ વાંચો : Mojtaba Khamenei Supreme Leader: મોઝતબા ખામેનેઈના પદભાર સંભાળતા જ મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ઈરાનનું રૌદ્ર સ્વરૂપ અને ઈઝરાયેલમાં મચ્યો હાહાકાર

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી અને યુદ્ધનું ભયાનક સ્વરૂપ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા પર ચેતવણી આપી છે કે જ્યાં સુધી ઈરાન આત્મસમર્પણ (Surrender) નહીં કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. અમેરિકા હવે ઈરાનના એવા વિસ્તારોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે જે અત્યાર સુધી સુરક્ષિત હતા. આ યુદ્ધ 28 ફેબ્રુઆરી 2026 ના રોજ શરૂ થયું હતું અને હવે તે વધુ વ્યાપક બની રહ્યું છે, જેની અસર માત્ર મેટલ માર્કેટ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અર્થતંત્ર (Global Economy) પર પડી રહી છે.

RBI Repo Rate Hike Forecast સામાન્ય માણસનું બજેટ ફરી ખોરવાશે! RBI ડિસેમ્બરમાં વધારી શકે છે રેપો રેટ જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે EMI નો બોજ?
Govt To Cut Stake In 4 PSU Banks સરકારી બેંકોના શેરમાં મોટો ધમાકો થવાના એંધાણ! કેન્દ્ર સરકાર ૪ PSU બેંકોમાં વેચશે હિસ્સો જાણો રોકાણકારો માટે કમાણીની શું છે તક?
RBI Repo Rate Hike આ તો બસ શરૂઆત છે… RBI ફરી આપી શકે છે મોટો ઝટકો રેપો રેટ વધારવા પર MPC સભ્યોમાં મતભેદ
Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version