Site icon News Continuous Bureau | Mumbai

iPhone 12 અડધી કિંમતે ખરીદવાની તક – અહીં મળી રહ્યું છે 38 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

News Continuous Bureau | Mumbai

જો તમે ઓછી કિંમતમાં iPhone ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. iPhone 12 પર શ્રેષ્ઠ ઑફર્સ 23 સપ્ટેમ્બરથી શરૂ થતા Amazonના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ઉપલબ્ધ થશે. આ સેલમાં iPhone 12ને 38,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. iPhone 12ના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 70 હજાર રૂપિયા અને 64 GB વેરિયન્ટની કિંમત 65 હજાર રૂપિયા છે, પરંતુ સેલ દરમિયાન ફોનને 30 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. જણાવી દઈએ કે, એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ આજથી એટલે કે 22 સપ્ટેમ્બરથી જ iPhone 12 ખરીદી શકશે.

Join Our WhatsApp Channel

iPhone 12 પર શું છે ઑફર ?

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2022માં, iPhone 12 નું 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ જેની કિંમત 70,000 છે તે રૂ. 47,999 અને રૂ. 65 હજારની કિંમતનું 64 GB વેરિયન્ટ રૂ. 42,999માં લિસ્ટ કરવામાં આવ્યું છે. આ સાથે, SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 1,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક અને નો-કોસ્ટ EMI વિકલ્પ પણ મળશે. એટલું જ નહીં, તમને iPhone 12ની ખરીદી પર 14,450 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ મળશે. આ તમામ ઓફર્સ અને કેશબેક સાથે, iPhone 12 ના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટને 32,000 રૂપિયાની કિંમતે અને 64 GB વેરિયન્ટને 27,000 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :AIMIOના ડો ઈલિયાસીએ RSS પ્રમુખ ભાગવતને ગણાવ્યા -રાષ્ટ્રપિતા- હિન્દુ-મુસ્લિમની એકતા લઈને કહી આ મોટી વાત

iPhone 12ની વિશિષ્ટતાઓ

iPhone 12માં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. આ સિવાય આ iPhoneમાં Apple A14 Bionic ચિપસેટ અને 4 GB રેમ સાથે આઉટ ઓફ બોક્સ iOS 14 ઉપલબ્ધ છે. ફોન સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં બંને લેન્સ 12 મેગાપિક્સલના છે. કેમેરા સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન પણ ઉપલબ્ધ છે. iPhone 12માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 12-મેગાપિક્સલનો કૅમેરો પણ છે. iPhone 12 માં પણ 5G સપોર્ટેડ છે. 

તમને જણાવી દઈએ કે iPhone 12 2020 માં 79,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનમાં મેગસેફ વાયરલેસ ચાર્જિંગ માટે પણ સપોર્ટ છે.

 આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય હોં- મુંબઈમાં એસી ટ્રેન માં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ થઈ ગઈ છે- પોલીસે બારણા બંધ કરવા હાથમાં ડંડા લેવા પડે છે- જુઓ વિડીયો

Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Gold Monetisation Scheme 2026 લોકરનું સોનું હવે વધારશે તમારી આવક! સરકારનો ‘માસ્ટર પ્લાન’, જાણો કેવી રીતે થશે કમાણી.
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Exit mobile version