Site icon

Amazon પર Smartphone Upgrade Days સેલ શરૂ, આ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ

News Continuous Bureau | Mumbai

એમેઝોન પર હવે સ્માર્ટફોન અપગ્રેડ ડેઝ સેલ શરૂ થઈ ગયો છે. એમેઝોનના આ સેલમાં તમે ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટનો બેનિફિટ લઈ શકો છો. આ સેલ દરમિયાન iQOOથી Redmi અને Samsung જેવા સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં સેલ દરમિયાન ઉપલબ્ધ ટોપની ઓફર્સ ચેક કરો

Join Our WhatsApp Community

એમેઝોન ઈન્ડિયાએ એમેઝોન સ્માર્ટફોન અપગ્રેડ ડેઝ સેલની જાહેરાત કરી છે. આ સેલ 28 ઓક્ટોબર સુધી ચાલશે. એમેઝોનના આ સેલમાં સ્માર્ટફોન અને એસેસરીઝ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપવામાં આવી રહી છે.

કંપનીએ કહ્યું છે કે સેલ દરમિયાન OnePlus, Xiaomi, Samsung, iQOO, Realme અને અન્ય મોબાઈલ બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ દરમિયાન OnePlus Nord CE 2, Realme Narzo 50i, Redmi 10 સિરીઝ અને iQOO Neo 6 5G ખરીદનારાઓને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

સેલ પર બેંક ડિસ્કાઉન્ટ

એમેઝોન સ્માર્ટફોન અપગ્રેડ ડેઝ સેલમાં અપફ્રન્ટ ડિસ્કાઉન્ટ ઉપરાંત કંપની ઘણી બેંક ઑફર્સ પણ આપી રહી છે. આ સેલ દરમિયાન AU બેંક, ફેડરલ બેંક, RBL બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય Axis Bank ક્રેડિટ કાર્ડ યુઝર્સને 26 ઓક્ટોબર સુધી 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ Amazon સેલ દરમિયાન એક્સચેન્જ ઓફર્સ અને નો-કોસ્ટ EMI ઓપ્શનનો પણ બેનિફિટ લઈ શકાય છે. એમેઝોનના સ્માર્ટફોન અપગ્રેડ ડેઝ સેલની જાહેરાત એમેઝોનના ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ સેલ આ અઠવાડિયે જ સમાપ્ત થયા પછી કરવામાં આવી હતી.

આ એમેઝોન સેલ દરમિયાન iQOO Z6 5G 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે iQOO Z6 Lite 5G 13249 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સિવાય કંપની ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. એમેઝોન સેલમાં OnePlus Nord CE 2 અને રૂ. 23,499માં વેચાઈ રહ્યું છે. જ્યારે OnePlus 10R Primeને સેલ દરમિયાન 29 હજાર 499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સિવાય Redmi Note 11T 5G 14,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જ્યારે Redmi 10A 7,499 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. કંપની અન્ય ફોન પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version