ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01 માર્ચ 2022
મંગળવાર
8 મહિનામાં જ અમૂલે ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.
અમૂલે સમગ્ર દેશમાં અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ મુંબઈમાં અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂ. 60, અમૂલ તાઝાનો ભાવ રૂ. 48 પ્રતિ લિટર અને અમૂલ શક્તિનો ભાવ રૂ. 56 પ્રતિ લિટર થશે.
ભાવ વધારો 1 માર્ચ, 2022થી એટલે કે આજથી લાગુ થશે.
કંપની તરફથી આ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.