Site icon

તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ 

Amul hikes milk prices

ઉઠતા વેત જ લાગ્યો મોંઘવારીનો ઝટકો, અમુલે દૂધના ભાવમાં રૂ. 3 થી 5નો કર્યો વધારો.. જાણો કયા દૂધમાં કેટલો થયો વધારો..

News Continuous Bureau | Mumbai

દેશભર(India) માં જાણીતી ડેરી અમૂલે તહેવાર દિવાળી(Diwali) પહેલા જ નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે દૂધ(Amul Milk) ના ભાવ વધાર્યા(Price hike) છે. અમૂલે કોઈ પણ ઔપચારિક જાહેરાત વગર ચૂપચાપ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. નવા ભાવ અનુસાર, અમૂલ શક્તિ(Amul shakti) દૂધ હવે 50 રૂપિયા લીટર, અમૂલ ગોલ્ડ(Amul gold) 62 રૂપિયા લીટર અને અમૂલ તાજા(Amul Taja) 56 રૂપિયા લીટરના ભાવે મળી રહ્યું છે.

Join Our WhatsApp Community

નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આજના વધેલા ભાવ ઘરના બજેટને અસર કરી શકે છે, કારણ કે દૂધ સૌથી વધુ વપરાતી વસ્તુઓમાંની એક છે. જો કે દૂધના ભાવ વધારા અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : ચોંકાવનારી ઘટના- ઓટો ડ્રાઈવરે કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી- બળજબરીપૂર્વક હાથ પકડીને 500 મીટર સુધી ખેંચી ગયો – જુઓ વિડીયો 

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version