Site icon News Continuous Bureau | Mumbai

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રિઝર્વ બેન્કના e-rupee દ્વારા પ્રથમ પેમેન્ટ કર્યું, જાણો તેમણે શું ખરીદ્યું?

ભારત અને વિશ્વમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ કરન્સી શરૂ કરી છે. હાલ દેશમાં માત્ર પસંદગીના સ્થળોએ જ ડિજિટલ કરન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે

Anand Mahindra shares video of fruit vendor using RBIs digital currency

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રિઝર્વ બેન્કના e-rupee દ્વારા પ્રથમ પેમેન્ટ કર્યું, જાણો તેમણે શું ખરીદ્યું?

News Continuous Bureau | Mumbai

ભારત અને વિશ્વમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ કરન્સી ( digital currency ) શરૂ કરી છે. હાલ દેશમાં માત્ર પસંદગીના સ્થળોએ જ ડિજિટલ કરન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આરબીઆઈએ ડિજીટલ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટમાં મુંબઈના એક ફળ વેચનારને ( fruit vendor ) સામેલ કર્યો છે. દેશના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ( Anand Mahindra ) પોતે આ પ્રોજેક્ટનો ભાગ બન્યા છે..

Join Our WhatsApp Channel

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફળો ખરીદવાનો વીડિયો પણ શેયર કર્યો છે. તેમણે આ વીડિયો સાથે લખ્યું, “આજે રિઝર્વ બેંકની બોર્ડ મીટિંગમાં હાજરી આપી હતી, જ્યાં મને RBIની ડિજિટલ કરન્સી ઈ-રૂપી વિશે ખબર પડી હતી. મિટિંગ પછી તરત જ, હું નજીકના ફળ વિક્રેતા બચ્ચે લાલ સાહનીનો સંપર્ક કર્યો, જે ડિજિટલ મની સ્વીકારનારા ભારતના પ્રથમ થોડા વિક્રેતાઓમાંના એક છે. અદ્ભુત દાડમ પણ ખરીદ્યા.

આ સમાચાર પણ વાંચો:   મુંબઈમાં પહેલી વખત દોડી અંડરગ્રાઉન્ડ મેટ્રો, જુઓ વિડિયો..

મહત્વનું છે કે મુંબઈમાં મિન્ટ રોડ પર આરબીઆઈનું હેડક્વાર્ટર છે અને સાહની નજીકમાં જ તેમનો ફ્રૂટ સ્ટોલ લગાવે છે. તેમણે કહ્યું કે RBI અધિકારીઓએ તેમની સાથે ડિજિટલ રૂપિયાના ટ્રાયલમાં સામેલ થવા માટે વાત કરી હતી. તેઓ સંમત થયા પછી RBIએ IDFC ફર્સ્ટ બેંકમાં ડિજિટલ વૉલેટ સાથે અલગ ખાતું ખોલવામાં પણ મદદ કરી. ફળ વિક્રેતા કહે છે કે અત્યારે ડિજિટલ મની સાથે બહુ વ્યવહારો નથી થઈ રહ્યા, પરંતુ હવે તેમની પાસે પેમેન્ટ સ્વીકારવાનો બીજો વિકલ્પ છે.

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version