અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ.. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે રાધિકા મર્ચન્ટ સાથે કરી સગાઈ, રિંગ સેરેમનીની તસવીરો આવી સામે ..

અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ સગાઈ કરી લીધી છે. અનંતે તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ દંપતીએ નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી અને તેમના પરિવારજનો આનંદ પ્રસંગે તેમની સાથે જોડાયા હતા.

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ.. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે રાધિકા મર્ચન્ટ સાથે કરી સગાઈ, રિંગ સેરેમનીની તસવીરો આવી સામે ..

News Continuous Bureau | Mumbai

અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ સગાઈ કરી લીધી છે. અનંતે તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ દંપતીએ નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી અને તેમના પરિવારજનો આનંદ પ્રસંગે તેમની સાથે જોડાયા હતા. અનંત અને રાધિકાની રીંગ સેરેમની શ્રીનાથજી મંદિરમાં થઈ હતી. બંનેની પહેલી તસવીર સામે આવી છે.

Join Our WhatsApp Community

Anant Ambani-Radhika Merchant get engaged! Ceremony held at Rajasthan's Shrinathji Temple

તસવીરમાં અનંતે ગુલાબી રંગનો કુર્તો પહેર્યો છે અને રાધિકા બેબી પિંક લહેંગા અને સુંદર જ્વેલરીમાં સુંદર લાગી રહી છે. મુકેશ અંબાણીએ તેમના પુત્રની સગાઈ ખૂબ જ સાદગીથી કરાવી હતી. રાધિકા ટૂંક સમયમાં અંબાણી પરિવારની નાની વહુ બનશે. જોકે, અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તેની કોઈ માહિતી સામે આવી નથી.

આ સમાચાર પણ વાંચો:  વધુ એક હસ્તીએ દુનિયાને કહ્યું અલવિદા, બોલિવૂડના આ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું મુંબઈમાં થયું નિધન

કોણ છે રાધિકા મર્ચન્ટ?

આપને જણાવી દઈએ કે રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના CEO છે અને રાધિકાએ પોલિટીક્સઅને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે જ 2017 માં તે ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો. રાધિકા અને અનંત એકબીજાને બાળપણથી ઓળખે છે.

Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Exit mobile version