Site icon

દેવાનાં ડુંગર તળે દબાયેલા અનિલ અંબાણી માટે મોટા સમાચાર.. આ કંપનીએ બમણો નફો નોંધાવ્યો.. જાણો વિગત..

Temporary stay on show-cause notice to Anil Ambani under Black Money Act to continue: Bombay HC

બોમ્બે હાઈકોર્ટ તરફથી અનિલ અંબાણીને મોટી રાહત, બ્લેક મની એક્ટ હેઠળ મોકલવામાં આવેલી નોટિસ પર આપ્યો આ આદેશ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

23 ઓક્ટોબર 2020

પાછલાં ઘણા સમયથી અનિલ અંબાણીનું દેવું વધતું જતું હોવાના જ સમાચાર આવતા હતા. એવા સમયે તેમની એક કંપનીએ નફો નોધાવ્યાના સમાચાર આવ્યાં છે. સંખ્યાબંધ કોર્ટ કેસ અને આર્થિક સંકડામણ વચ્ચે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરે ચોખ્ખો નફો બમણો કર્યો હોવાનું જાહેર થયું છે. જુલાઇથી સપ્ટેંબરના પૂરા થયેલા ત્રણ મહિનામાં આ કંપનીનો નફો બમણો થયો હતો.  કંપનીએ ગુરૂવારે શૅરબજારમાં આ વિગતો જાહેર કરી હતી. 

 

છેલ્લા ત્રણ માસમાં કંપનીનો ચોખ્ખો નફો બમણો થઇને 105 કરોડ 67 લાખ રૂપિયા થયો હતો. ગયા વરસે આ જ સમયગાળામાં કંપનીનો નફો 45.06 કરોડનો હતો.

સપ્ટેંબરમાં કંપનીની આવક રૂપિયા 2626.49 કરોડની રહી હતી. ગયા વરસે આ જ સમયગાળામાં કંપનીની આવક 2239.10 કરોડની રહી હતી.

આમ તો હાલ કંપની પર ભારે દેવું છે. કંપનીએ એવો દાવો કર્યો હતો કે ગેસ આધારિત વીજ ઉત્પાદન કરતાં યંત્રો યોગ્ય સમયગાળામાં વેચીને એના દ્વારા મૂડી ઊભી કરાશે. કંપની પોતાના કેટલાક સબ્સિડિયરી એસેટ્સ પણ વેચી દેશે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે કોરોનાના પગલે લૉકડાઉન થતાં પાટનગર નવી દિલ્હીમાં વીજળીની માગ ઘટી ગઇ હતી. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર સેગમેન્ટમાં વીજળીની માગ ઓછી થઇ ગઇ હતી. લૉકડાઉન હટી ગયા પછી વીજળીની માગ નોર્મલ થઇ ગઇ છે.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version