ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
દેશભરમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો વધુ ચગતો હોય છે. ત્યારે 2020ની સાલમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો રિપોર્ટમાં (NCRB)ચોંકાવનારો ખુલાસો થયો છે. તે મુજબ 2020માં વેપારીઓની આત્મહત્યામા 29 ટકાનો વધારો થયો છે. ખેડૂતો કરતા પણ વેપારીઓના આત્મહત્યા કેસ વધારે રહ્યા હતા.
NCRBના તાજા રિપોર્ટ મુજબ વર્ષ 2020માં 10,677 ખેડૂતોની સરખામણીમાં 11,716 વેપારીઓએ આત્મહત્યા કરી હતી. જેમાં 4,356 વેપારી અને 4,226 દુકાનદાર હતા.
NCRBના રિપોર્ટ મુજબ 2019ની સરખામણીમાં 2020માં વેપારી સમુદાયના લોકોની આત્મહત્યામાં 29 ટકાનો વધારો થયો હતો. 2019માં 2,906 કેસની સામે 2020માં વધીને 4,356 થઈ ગઈ હતી. આ દરિમયાન 2019ની અપેક્ષા 49.9 ટકા વધુ છે. આ દરમિયાન દેશમાં કુલ આત્મહત્યાનો આંકડો વધીને 1,53,052 થઈ ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
2016માં 8,573 વેપારીઓએ આત્મહત્યા કરી હતી. જયારે 2017માં 7,778 તો 2018ની સાલમાં 7,990 અને 2019ની સાલમાં 9,052 અને 2020ની સાલમાં 11,716 વેપારીઓએ મોતને વ્હાલુ કર્યું હતું.
ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળુઃ દિવાળી બાદ સરકારે ઓનલાઈન શોંપિગની જાહેરાતને પાછી ખેંચી; જાણો વિગત
ખેડૂતોની વાત કરે તો 2016માં 11,379, વર્ષ 2017માં 10,655 અને 2018માં 10,349 તો વર્ષ 2019માં 10,281 અને 2020ની સાલમાં 10,677 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
