Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન!!જુલાઈમાં આટલા દિવસ બેન્ક બંધ રહેશે,રજાનું લિસ્ટ જોઈને બેન્કમાં નહીં ગયા તો ધક્કો પડશે જાણો વિગત ..

સાવધાન!!જુલાઈમાં આટલા દિવસ  બેન્ક બંધ રહેશે,રજાનું લિસ્ટ જોઈને બેન્કમાં નહીં ગયા તો ધક્કો પડશે જાણો  વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

Join Our WhatsApp Channel

મુંબઈ,28  જૂન 2021

સોમવાર

જુલાઈ મહિનામાં જુદા જુદા કારણસર કુલ 15 દિસવ બેન્ક બંધ રહેવાની છે. તેથી બેન્કમાં મહત્વના કામ માટે જનારા ગ્રાહકોને હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે. તેથી બેન્કમાં જવા પહેલા કયા દિવસે બેન્કનું કામ બંધ રહેવાનું તે જાણી લેજો.

રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાના રજાના લિસ્ટ મુજબ જુલાઈમાં ચાર રવિવાર અને બીજો અને ચોથો શનિવાર એમ કુલ છ દિવસ સાપ્તાહિક રજાને લીધે બેન્ક બંધ રહેશે. એ સિવાય અન્ય 9 દિવસ બેન્ક બંધ રહેવાની છે. જોકે આ બાકીની રજા  સમગ્ર દેશમાં એક સાથે નહીં હોય. પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે બેન્ક બંધ હશે.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ની હવા કાઢી નાખી. હવે કોઈ જનપ્રતિનીધી સહકારી બેંક માં આ પદ નહીં લઈ શકે. અનેક રાજકીય પક્ષો ને ફટકો પડ્યો…. જાણો વધુ વિગત

જેમાં 12 જુલાઈના  રથયાત્રાને લીધે ભુવનેશ્ર્વર અને ઈમ્ફાલમાં બેન્ક બંધ રહેશે. 13 જુલાઈના ભાનુ જયંતિ નિમિતે ગંગટોકમાં, 14 જુલાઈના દ્રુપકા જયંતી નિમિતે ગંગટોકમાં, 16 જુલાઈના સ્થાનિક તહેવાર નિમિતે દહેરાદુનમાં, 17 જુલાઈના અગરતાલા અને શિલાંગમાં યુ તિરોટસિંઘ દિવસ અને ખર્ચી પૂજા નિમિતે બેન્ક બંધ રહેશે. 19 જુલાઈના  ગુરુ રિંપોચેના થુંગકર શેચુ દિનની ઊજવણી હોવાથી ગંગટોકમાં બેન્ક બંધ રહેશે. 20 જુલાઈના બકરી ઈદ હોવાથી કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમ બેન્ક બંધ રહેશે. તો  21 જુલાઈના  બકરી ઈદ નિમિતે આઈઝૌલ, ભુવનેશ્ર્વર, ગંગટોક, કોચી અને તિરુવનંતપુરમ સિવાય દેશભરમાં બેન્ક બંધ હશે. 31 જુલાઈના કેર પૂજા નિમિતે અગરતલામાં બેન્ક બંધ હશે. જુલાઈમાં બેન્કની સાપ્તાહિક રજામાં 4, 11, 18 અને 25 જુલાઈના રવિવારની રજા હશે. તો 10 જુલાઈ અને 24 જુલાઈ બીજા શનિવારની સાપ્તાહિક રજા હશે.

Ambani Family Rings Bell For Jio IPO શેરબજારમાં ડેબ્યૂ…જિયો લિસ્ટિંગમાં જોવા મળ્યો ‘હમ સાથ સાથ હૈ’ અંદાજ! ઈશા અને આકાશ અંબાણીએ સાથે વગાડ્યો ઘંટ..
Delhi Traders Urge Rahul Gandhi ૧ નવેમ્બરની મહારેલીથી ૨૦ બજારો ઠપ્પ થવાનો ભય, વેપારીઓએ રાહુલ ગાંધીને ફરી લખ્યો પત્ર; કરી આ માંગ
Microsoft Voluntary Separation Offer AI ખાઈ ગયું નોકરીઓ? માઇક્રોસોફ્ટનો વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ… કર્મચારીઓ આ તારીખ સુધી સ્વેચ્છાએ છોડી શકશે કંપની
Petrol Diesel In GST મોંઘવારીના માર સામે સરકારનો બૂસ્ટર ડોઝ! પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવવાની કવાયત તેજ, ઈંધણના ભાવમાં થશે ધરખમ ઘટાડો
Exit mobile version