Site icon News Continuous Bureau | Mumbai

નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એમડી અને સીઈઓના પદે આ અધિકારીની નિમણૂક- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD)અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)તરીકે આશિષકુમાર ચૌહાણ (Ashish Chauhan) નિયુક્ત કરવામાં આવ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)  દ્વારા રવિવારે તેની જાહેરાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આશિષકુમાર(Ashish Chauhan) વિદાય લેનાર એમડી અને સીઈઓ વિક્રમ લિમયે(Vikram Limaye)ના અનુગામી બન્યા હોવાના મીડિયા અહેવાલ છે. NSE ની ગવર્નિંગ બોડીએ નવા એમડી અને સીઈઓ હોદ્દો અખત્યાર ન કરે ત્યાં સુધી કંપનીની કામગીરીઓ સંભાળવા માટે એક આંતરિક એક્ઝિક્યૂટિવ કમિટીની રચના કરી છે.

આ સમાચાર પણ વાંચો : શું એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ નેતાનો સંપર્ક સાધ્યો હતો- જાણો વિગતે 

મિડિયા હાઉસના અહેવાલ મુજબ આશિષ ચૌહાણ(Ashish Chauhan) એમડી અને સીઈઓ તરીકેનો એમનો હોદ્દો સંભાળી લેશે એ પછી આ કમિટીનું વિસર્જન કરી દેવામાં આવશે.

વિક્રમ લિમયેની પાંચ વર્ષની મુદત 16 જુલાઈએ પૂરી થઈ ગઈ છે. એમડી અને સીઈઓના પદ માટે પાત્ર હોવા છતાં એમણે બીજી મુદત માટે પોતાને ચાલુ રાખવાની માંગણી કરી નહોતી. 2017ના જુલાઈમાં, એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની વિદાયને પગલે લિમયેને એનએસઈના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version