News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓયલના ભાવ(Oil Rate)માં જે રીતે વધારો આવ્યો છે, તેને જોતા ઈંધણ(Fuel) તરીકે ઉપયોગમાં લેવાતા ATF((Aviation Turbine Fuel)ની કિંમતોમાં શનિવારે ૦.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ એટીએફ(ATF)ની કિંમતોમાં થયેલા વધારો આ વર્ષે સતત આઠમી વાર છે.
સાર્વજનિક તેલ કંપનીઓ તરફથી જાહેર નોટિફિકેશ મુજબ, એટીએફ(ATF)ના ભાવમાં ૨૭૭.૫ રૂપિયા પ્રતિ કિલોલીટર એટલે કે, ૦.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મૂલ્ય વધારા બાદ રાજધાની દિલ્હી(Delhi)માં એટીએફ(ATF)ના ભાવ ૧,૧૩,૨૦૨.૩૩ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયા છે. આવી જ રીતે એટીએફ(ATF)ની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : આમ જનતાને વધુ એક ઝટકો અદાણીએ CNGના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો, નવો વધારો આજથી જ અમલી
એટીએફ(ATF)ની કિમતોમાં ૧૬ માર્ચે ૧૮.૩ ટકાનો વધારો કર્યો હતો, જે બાદ એક એપ્રિલે પણ તેના ભાવમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં કિંમતમાં આવેલા વધારા બાદ મુંબઈ(Mumbai)માં એટીએફની કિમંત હવે ૧,૧૧,૯૮૧.૯૯ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે, જ્યારે કલકત્તા(Kolkata)માં તેની કિંમત ૧,૧૭,૭૫૩.૬૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૧,૧૬,૯૩૩.૪૯ રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે.
પોતાની તેલ જરૂરિયાતોને પુરી કરવા માટે ૮૫ ટકા આયાત પર ર્નિભર ભારત(India)માં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં હાલમાં થયેલા વધારાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓયલ(crude Oil)ના ભાવમાં વધારાનું પરિણામ છે. આ ઉપરાંત મહામારીમાંથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થા(Economy)માં તેલની માગ પણ વધી રહી છે.
