Site icon

Ather 450X: એડવાન્સ ફિચર્સ અને જબરદસ્ત રેન્જ! આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર મળી રહ્યું છે 16 હજારથી વધુનું ડિસ્કાઉન્ટ

Ather 450X: Ather Energyએ તાજેતરમાં ભારતમાં તેનું નવું અપડેટેડ 450X લોન્ચ કર્યું છે. આ સ્કૂટર બે વેરિઅન્ટમાં આવે છે, Ather 450 Plus અને Ather 450X, કંપનીની આ ઑફર માત્ર 450X પર જ લાગુ છે, જેની શરૂઆતની કિંમત રૂપિયા 1.42 લાખ, એક્સ-શોરૂમ દિલ્હી છે.

Ather 450X now gets corporate discounts: Benefits worth Rs 16,259 announced

Ather 450X: એડવાન્સ ફિચર્સ અને જબરદસ્ત રેન્જ! આ ઇલેક્ટ્રિક સ્કૂટર પર મળી રહ્યું છે 16 હજારથી વધુનું ડિસ્કાઉન્ટ

News Continuous Bureau | Mumbai

Ather 450X: દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ Ather Energy તેના પોપ્યુલર મોડલ Ather 450X પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ તેના કસ્ટમર માટે એક ખાસ કોર્પોરેટ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેના હેઠળ તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી પર 16,000 રૂપિયાથી વધુની બચત કરી શકો છો. જો કે, આ ઓફર 28 ફેબ્રુઆરી 2023 સુધી જ માન્ય છે. તો ચાલો જાણીએ શું છે આ ઑફર અને તમે તેનો કેવી રીતે લાભ લઈ શકો છો.

Join Our WhatsApp Community

શું છે ખાસ ઓફર?

Ather દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એક નવો કોર્પોરેટ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ હેઠળ કંપની તેના પોપ્યુલર ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450Xની ખરીદી પર વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જે મુજબ દેશની લગભગ 2,500 ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા કર્મચારીઓ આ સ્કૂટર પર 16,259 રૂપિયા સુધીની સેવિંગનો બેનિફિટ લઈ શકે છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે આ ઓફરનો લાભ ફક્ત તે સંસ્થાઓના કર્મચારીઓને જ મળશે જેમના નામ આ પ્રોગ્રામ હેઠળ લિસ્ટેડ હશે.

Ather Energy આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી પર રૂ. 4,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, રૂ. 4,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 8,259ની બે વર્ષની વોરંટી ઓફર કરી રહી છે. આ ઑફર 28 ફેબ્રુઆરી 2023 સુધી માન્ય છે. બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટ-અપ કહે છે કે તેની કોર્પોરેટ ઓફર અગ્રણી સંસ્થાઓ જેમ કે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ, વિપ્રો ટેક્નોલોજીસ, સેમસંગ ઇન્ડિયા, મિંત્રા, ટાટા ટેક્નોલોજીસ, IRCTC, ભારતી એરટેલ વગેરેના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ સિવાય કંપની વર્કપ્લેસ પર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટોલ કરવાની વાત પણ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ઘરેલુ ઉપાય / બ્રેન થશે શાર્પ અને હાડકા થશે મજબૂત, ડાઈટમાં સામેલ કરો વિટામિનના રિચ ફૂડ

2023 Ather 450X વિશે શું ખાસ છે

2023 Ather 450X તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે, આ સ્કૂટર બે વેરિઅન્ટ Ather 450 Plus અને Ather 450Xમાં આવે છે, કંપનીની આ ઑફર માત્ર 450X પર જ લાગુ છે, જેની શરૂઆત કિંમત રૂ. 1.42 લાખ, એક્સ-શોરૂમ દિલ્હી છે. તેમાં 6 kW કેપેસિટીની ઇલેક્ટ્રિક મોટર છે જે 3.7 kWh કેપેસિટીના લિથિયમ-આયન બેટરી પેક સાથે આવે છે. આ ઇલેક્ટ્રિક મોટર 26 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ઇ-સ્કૂટર આઇડલ કન્ડીશનમાં સિંગલ ચાર્જમાં 146 કિમીની રાઇડિંગ રેન્જ પ્રોવાઇડ કરવાનો દાવો કરવામાં આવે છે અને ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટેડ ટ્રુ રેન્જ 105 કિમી છે.

તે 7.0-ઇંચ ટચસ્ક્રીન ડેશબોર્ડ પણ મેળવે છે જે સ્કૂટર સંબંધિત તમામ ઇન્ફોર્મેશન શો કરે છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર પિક-અપના મામલે પણ ખૂબ જ ખાસ છે, કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 3.3 સેકન્ડમાં 0-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં કેપેબલ છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગનું ફિચર્સ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે આ સ્કૂટર માત્ર 10 મિનિટના ચાર્જમાં 15 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. સામાન્ય હોમ ચાર્જરથી સંપૂર્ણ ચાર્જ થવામાં 5 કલાક 40 મિનિટનો સમય લાગે છે.  

 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version