ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
જો હાલમાં જ તમે મોબાઇલ નંબર બદલી નાખ્યો હોય અને એની જાણ તમારી બૅન્કને કરી નથી તો તાત્કાલિક ધોરણે બૅન્કમાં પહોંચી જજો અને મોબાઇલ નંબર બૅન્કના રેકૉર્ડમાં અપડેટ કરાવી લેજો. અન્યથા પહેલી ઑક્ટોબર 2021થી તમારા બૅન્ક ઍકાઉન્ટમાંથી થનારા ઑટો ડેબિટ બંધ થઈ જશે.
પહેલી ઑક્ટોબરથી તમામ બૅન્ક ઍકાઉન્ટમાંથી થનારા ઑટો ડેબિટ પેમેન્ટ માટે ટુ ફેક્ટર ઑથેન્ટિફિકેશન મહત્ત્વના રહેશે.