Site icon

મોંધવારીનો માર: ઓટો-ટેક્સીમાં ફરવું મોંઘુ પડશે. યુનિયને સરકાર સમક્ષ કરી આટલા રૂપિયાના ભાડા વધારાની માંગ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઈંધણના આસમાને ભાવ પહોંચી ગયા છે. તેમાં હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, તેની અસર હવે  સામાન્ય નાગરિકોને ખિસ્સાને પણ વર્તાઈ રહી છે. સીએનજીમાં ભાવ વધારો થતા મુંબઈના ઓટો અને ટેક્સીવાળા યુનિયને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ બેથી પાંચ રૂપિયાનો સુધીનો ભાડા વધારાની માગણી કરી છે. તેથી આગામી દિવસમાં ટેક્સી રિક્ષામાં પ્રવાસ કરવો મોંઘો પડી શકે છે.

Join Our WhatsApp Community

ઈંધણના દરમાં વધારાની સાથે સીએનજીના દરમાં પણ વધારો થયો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારમાં સીએનજીના ભાવ કિલોએ 67 રૂપિયા થઈ ગયા છે અને પાઈપ લાઈનના કુકિંગ ગેસના 42 રૂપિયા થઈ ગયા છે. તેથી સીએનજી પણ ચાલતી ટેક્સી અને રિક્ષાવાળાને પણ તેની અસર થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : TATA એ લોન્ચ કરી પોતાની આ સુપર એપ, એક પ્લેટફોર્મ પર થઈ જશે યૂઝર્સના બધા કામ; જાણો તેની વિશેષતા

પહેલાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં જંગી વધારો થયો છે અને હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. તેથી ઓટો અને રિક્ષાવાળાને તેનો મોટો ફટકો પડ્યો છે. તેથી યુનિયને ગુરુવારે સરકાર સમક્ષ ભાડામાં ફરી તેઓએ ભાડામાં બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો કરવાની માગણી કરી છે, જેમાં ટેક્સીના ભાડામાં પાંચ રૂપિયા વધારો કરવાની માગણી સાથે મિનિમમ ભાડું 25 રૂપિયામાંથી 30 રૂપિયા કરવાની માગણી કરી છે. તો ઓટો રિક્ષામાં બે રૂપિયાનો વધારો કરવાથી મિનિમમ ભાડું 21 રૂપિયાથી વધીને 23 રૂપિયા કરવાની માગણી યુનિયને કરી છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version