ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 જુલાઈ 2021
ગુરુવાર
ઍક્સિસ બૅન્કના ગ્રાહકોને આજથી નવા નિયમો લાગુ પડશે. એ મુજબ બૅન્કમાં જુદા-જુદા સેવિંગ ખાતા ધરાવતા ગ્રાહકો માટે મિનિમમ બૅલૅન્સની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ATMમાંથી પૈસા કાઢવા માટે આપવામાં આવેલી ફ્રી લિમિટ કરતાં વધુ વખત પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે.
ઍક્સિસ બૅન્કના ગ્રાહકોને આજથી બૅન્ક દ્વારા પૂરી પાડવામાં આવતી SMS સેવા માટે પણ વધુ ચાર્જ ચૂકવવો પડશે. બૅન્કની વેબસાઇટ પર રહેલી માહિતી મુજબ આજથી પ્રતિ SMS સેવા પાછળ 25 પૈસાનો ચાર્જ લાગશે. જોકે આ ચાર્જ OTP મૅસેજ માટે લાગુ પડશે નહીં, એવી ચોખવટ બૅન્કે કરી છે.
