Site icon

બેંક ગ્રાહકો માટે ખુશખબર: બદલી જશે બેંક ખુલવા અને બંધ થવાનો સમય, જાણો હવે શું હશે

બેંક કર્મચારીઓ માટે ટૂંક સમયમાં ફાઈવ ડે વીકની સુવિધા લાગુ કરવામાં આવી શકે છે. પરંતુ એક મહિનામાં બે રજાઓના વધારાને કારણે બેંક કર્મચારીઓના કામકાજના કલાકોમાં વધારો થશે.

Bank Employees To Work 5 Days A Week With Longer Duty Hours; IBA Considering Proposal

બેંક ગ્રાહકો માટે ખુશખબર: બદલી જશે બેંક ખુલવા અને બંધ થવાનો સમય, જાણો હવે શું હશે

News Continuous Bureau | Mumbai

Indian Banks Association: જો તમે પોતે બેંક કર્મચારી છો અથવા તમારા પરિવારમાંથી કોઇ બેંક કર્મચારી છે તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. હા, બેંક કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માગ હવે પૂરી થઈ શકે છે. આ મુજબ, બેંક કર્મચારીઓ માટે ટૂંક સમયમાં ફાઈવ ડે વીક (five day week) ની સુવિધા લાગુ કરવામાં આવી શકે છે. આ અંગે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે સમજૂતી થઈ છે. પરંતુ એક મહિનામાં બે રજાઓના વધારાને કારણે બેંક કર્મચારીઓના કામકાજના કલાકોમાં વધારો થશે.

Join Our WhatsApp Community

દરરોજ 40 મિનિટ વધુ કામ કરવું પડશે

નવા કરાર મુજબ બેંક કર્મચારીઓએ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવું પડશે. આપને જણાવી દઈએ કે રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. પરંતુ હવે આગામી સમયમાં દર શનિવાર અને રવિવારે બેંકો બંધ રહેશે. આ અંગે ટૂંક સમયમાં નવી વ્યવસ્થા શરૂ થઈ શકે છે. આ અંગે એસોસિએશન દ્વારા સંમતિ આપવામાં આવી છે. બેંક યુનિયનો લાંબા સમયથી પાંચ દિવસ કામ કરવાની માંગ કરી રહ્યા છે.

ગયા વર્ષથી એલઆઈસીમાં ફાઈવ ડે વીક

એલઆઈસી (LIC)માં વર્ષ 2022માં શેરબજારમાં લિસ્ટિંગ પહેલા ફાઈવ ડે વીક કરવામાં આવ્યું હતું. તેના પછી બેંક યુનિયનો તરફથી ફાઈવ ડે વીકની માંગ ઉગ્ર બની. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સના જનરલ સેક્રેટરી એસ નાગરાજને જણાવ્યું હતું કે, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ સરકારે તમામ શનિવારને રજા તરીકે જાહેર કરવી પડશે.

આ સમાચાર પણ વાંચો  : લીંબુએ દાંત કર્યા ખાટા, ઉનાળો શરૂ થતાં જ માંગ અને ભાવમાં થયો વધારો.. જાણો કેટલા વધ્યા..

રિપોર્ટ મુજબ, કર્મચારીઓને દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધુ કામ કરવાની જરૂર પડશે. એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, આઈબીએ (IBA) દ્વારા આ પ્રસ્તાવ પર સંમતિ આપવામાં આવી છે. બેંક કર્મચારીઓનું કહેવું છે કે, મોટાભાગના ગ્રાહકો મોબાઈલ બેન્કિંગ, એટીએમ અને ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અત્યારે પણ કેટલાક ગ્રાહકો એવા છે, જે જે બ્રાન્ચની મુલાકાત લેવાનું પસંદ કરે છે.

 

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
Exit mobile version