Site icon

 આવતીકાલથી શરૂ  થઈ રહ્યો છે નવો મહિનો, માર્ચમાં આટલા દિવસ બંધ રહેશે બેંક; અહીં ચેક કરો રજાઓનું લિસ્ટ… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર,

 આવતીકાલથી 2022નો ત્રીજો મહિનો એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માર્ચ 2022 મા કેટલા દિવસ બેંક બંધ રહેશે તેનું એક લિસ્ટ જાહેર કર્યું છે. જો તમે પણ માર્ચ મહિનામાં બેંકને લગતું કોઈ કામ કરવાના હોય તો બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની યાદી ચોક્કસ તપાસો.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકોની કુલ 13 દિવસની રજા રહેશે. જેમાં 4 રજાઓ રવિવારની છે. તેના સિવાય ઘણી રજાઓ પડવાની છે. પરંતુ તેની સાથે એ પણ જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે. રિઝર્વ બેન્ક ની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

મહાશિવરાત્રી પર આ 4 રાશિના જાતકો પર શિવજી રહેશે પ્રસન્ન, જાણો કોણ છે આ રાશિના જાતકો

આ છે બેન્કમાં રજાઓની યાદી 

1 માર્ચ: ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, ભોપાલ, ભુવનેશ્વર, શ્રીનગર, તિરુવનંતપુરમ, કોચી, લખનૌમાં મહાશિવરાત્રીની રજા રહેશે.

3 માર્ચ – ગંગટોકમાં લોસરની રજા રહેશે

4 માર્ચ – આઈઝોલમાં છપચાર કુટને કારણે બેંકો બંધ રહેશે.

6 માર્ચ – રવિવારની રજા.

12 માર્ચ – બીજા શનિવારની રજા.

13 માર્ચ – રવિવારની રજા.

શું રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ નો અંત આવશે? આજે બપોરે 3.30 વાગ્યે અહીં બંને દેશો વચ્ચે થશે વાતચીત; જાણો વિગતે

17 માર્ચ- દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં હોલિકા દહન પર બેંકો બંધ રહેશે.

18 માર્ચ- ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, ભોપાલ, ભુવનેશ્વર, શ્રીનગર, તિરુવનંતપુરમ, કોચી, લખનૌમાં હોળીની રજા રહેશે.

19 માર્ચ – ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં હોળી/યાઓસંગના કારણે બેંકો બંધ રહેશે.

20 માર્ચ – રવિવારની રજા

22 માર્ચ- પટનામાં બિહાર દિવસ પર બેંકો બંધ રહેશે

26 માર્ચ – ચોથા શનિવારની રજા.

27 માર્ચ – રવિવારની રજા.

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાની ફિરાકમાં છે રૂસ, આટલા આતંકીઓ મોકલી દીધા, યુક્રેની રાષ્ટ્રપતિના દાવાથી ખળભળાટ

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version