ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
જો તમે બેન્કમાં નોકરી કરવાની તૈયારી કરી રહ્યા છો તો બેંક ઓફ બરોડા સાથે કામ કરવાની આ એક સુવર્ણ તક છે. બેન્ક ઓફ બરોડા દ્વારા B.Tech, B.E. અને M Tech ડિગ્રી ધરાવતા યુવાનો માટે વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાએ 15 પદો માટે અરજીઓ મંગાવી છે. બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, આ ભરતીઓ IT વિશેષજ્ઞ અધિકારીની પદો પર થવાની છે.
આ પદો પર લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 16 નવેમ્બરથી શરૂ થઈ છે અને 6 ડિસેમ્બર સુધી ચાલશે. એવામાં અરજીકર્તાએ નિશ્ચિત સમય મર્યાદામાં અરજી કરવી હિતાવહ છે, કેમ કે કેટલીક વખત અંતિમ તારીખ પર ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. આ નોકરીમાં 48000થી 76,000 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.
એજ્યુકેશનલ ક્વોલિફિકેશન
ડેટા સાઈન્ટિસ્ટના પદ પર અરજી કરવા માટે ઉમેદવારે માન્ય ઈન્સ્ટીટ્યૂટથી લધુત્તમ 60 ટકા સાથે B. Tech/ B.E./ M Tech/ M.E કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત ડેટા એન્જીનિયરના પદ માટે ઉમેદવાર કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં બેચલર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે સિલેક્ટ થનારા ઉમેદવારોએ એક ઓનલાઇન ટેસ્ટ આપવાની રહેશે. આ ટેસ્ટમાં 150 પ્રશ્નો પુછાશે. આ પરીક્ષા કુલ 225 માર્ક્સની રહેશે. (25 માર્ક્સનું રિઝનીંગ, 25 માર્ક્સની અંગ્રેજી ભાષા, 25 માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, 150 માર્ક્સનું પ્રોફેશનલ નોલેજ પરીક્ષામાં પૂછાશે.) આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
હેં! અધધ કિંમતનો મહાકાય પાડો આવ્યો છે રાજસ્થાનની બજારમાં વેચાવા, રોજ ખાય છે કાજુ બદામ; જાણો વિગત.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા – 15
લાયકાત – B. Tech/ B.E./ M Tech/ M.E
પસંદગી પ્રક્રિયા – પરીક્ષા અને જીડી+પીઆઈ
આવેદન કરવાનું માધ્યમ – ઓનલાઇન
આવેદન કરવાની ફી – 600 રૂ. અને 100 રૂ.
આવેદન કરવાની અંતિમ તારીખ – 6-12-2021
ભરતીની જાહેરાત જોવા માટે – અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે – અહીં ક્લિક કરો
અગત્યની તારીખો
ઓનલાઈન અરજીની પ્રારંભિક તારીખ – 16 નવેમ્બર 2021
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ – 6 ડિસેમ્બર 2021
ઓનલાઈન પરીક્ષા માટેની તારીખોની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે.
નોંધ –
ઈચ્છુક ઉમેદવારો ધ્યાનમાં રાખે કે 6 ડિસેમ્બર 2021 અથવા તે પહેલા આવેદન કરી શકાશે. ઓનલાઈન આવેદન કર્યા પછી ભવિષ્ય માટે તેની એક પ્રિન્ટ પણ લઈ શકાય છે. Gen/OBC/EWS માટે અરજી કરવાનો ચાર્જ રૂ. 600 અને SC/ST/PWD માટે રૂ. 100 છે.
આ ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલ વધુ માહિતી માટે વિઝિટ કરો.- https://www.bankofbaroda.in/