Site icon

કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..  

News Continuous Bureau | Mumbai

જો તમારે બેંક (Bank) સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને આજે જ પૂર્ણ કરી લો. નહી તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આવતીકાલે શનિવારે બેંકોની દેશવ્યાપી હડતાળ (Nationwide strike) છે અને આ દરમિયાન તમામ બેંકોમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જશે.  

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ બેંક ઓફ બરોડાએ (Bank of Baroda) એક નિયમનકારી નિવેદન જારી કરીને કહ્યું છે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના (All India Bank Employees Association) જનરલ સેક્રેટરીએ ઇન્ડિયન બેંક્સ એસોસિએશનને (Indian Banks Association) હડતાળની નોટિસ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના સભ્યોએ 19 નવેમ્બરે હડતાળ પર જવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 19 નવેમ્બરે ત્રીજો શનિવાર છે અને આ દિવસે બેંકો ખુલ્લી રહે છે.

આ સમાચાર પણ વાંચો: મેસેજિંગ એપ વોટ્સએપ પર આવ્યું પોલ ફીચર, તમે આ રીતે કરી શકશો ‘વોટિંગ’, શું તમને મળી રહ્યો છે આ ઓપ્શન ?

બેંક ઓફ બરોડા (BOB) એ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, જોકે, બેંક હડતાલના દિવસે બેંક શાખાઓની (Bank branches) કામગીરી સુચારુ રીતે ચલાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હડતાળની સ્થિતિમાં, શાખાઓ અને કચેરીઓના કામકાજને અસર થઈ શકે છે. લગ્નની આ સિઝનમાં બેંક હડતાળના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

બેંક હડતાલ બોલાવવાના કારણો વિશે વાત કરતા, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બેંકોના ખાનગીકરણ (Privatization of banks) સામે અને બેંક કર્મચારીઓની સુરક્ષા માટે વિરોધ કર્યો અને હડતાલ કરી રહ્યા છે.  આજે જ તમારી બેંકો સાથે સંબંધિત કામ પતાવવું દેજો. કારણ કે શનિવાર પછી રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. એટલે કે બે દિવસ સુધી બેંકમાં કામકાજ થઇ શકશે નહીં.

બેંકની શાખાઓ બંધ થયા પછી પણ લોકો ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે. પૈસાની લેવડદેવડથી લઈને ખરીદી સુધી, આ સેવાઓનો ઉપયોગી થઈ શકે છે. બેંકોની આ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે. જોકે આ દેશવ્યાપી હડતાળ દરમિયાન વિવિધ બેંકોના ATMમાં રોકડની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં હડતાળ પહેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ફાયદાકારક છે.

આ સમાચાર પણ વાંચો: સ્માર્ટફોન હોય કે લેપટોપ-ટેબલેટ… હવે બધા માટે એક જ ચાર્જર, સરકારના આ પ્લાન પર કંપનીઓએ કહ્યું અમે તૈયાર…

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Exit mobile version