Site icon

Gold Loan Scheme: બેન્કોએ ગોલ્ડ રિઝર્વની ગુણવત્તા અંગે સાવચેત રહેવું જોઈએ, ગોલ્ડ લોન સ્કીમમાં થતી ગેરરીતિઓને લઈને હવે નાણા મંત્રાલય અને આરબીઆઈ આવ્યા સંપર્કમાં..

Gold Loan Scheme: RBI નાણાકીય સંસ્થાની લોન (સોના સામે) યોજનાની સમય-સમય પર સંપૂર્ણ સમીક્ષા કરે. જેથી જો આ સ્કીમમાં આનાથી સંબંધિત કોઈ છટકબારી પ્રકાશમાં આવે તો તેને દૂર કરી શકાય.

Banks should be careful about the quality of gold reserves, now the finance ministry and RBI have come into contact regarding the irregularities in the gold loan scheme

Banks should be careful about the quality of gold reserves, now the finance ministry and RBI have come into contact regarding the irregularities in the gold loan scheme

News Continuous Bureau | Mumbai

Gold Loan Scheme: સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના ગોલ્ડ લોન ( Gold Loan ) એકાઉન્ટ પર નજર રાખી રહી છે.હકીકતમાં, નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને પત્ર લખીને ગોલ્ડ લોન બુકની સમીક્ષા કરવા કહ્યું છે.આ પત્ર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ગયા અઠવાડિયે સેન્ટ્રલ રિઝર્વ બેંકે ( RBI ) IIFL ફાયનાન્સ સામે પગલાં લેતા નવી ગોલ્ડ લોનની મંજૂરી પર પ્રતિબંધ મૂક્યો હતો. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સરકાર અને નિયમનકારોને ચિંતા છે કે સોનાના ભાવમાં ( gold prices )  વધારાને કારણે ધિરાણકર્તાઓ એટલે કે બેંકો ( public sector banks ) હાલની લોન પર ટોપ-અપ લોન આપવાનું આયોજન કરી શકે છે. અહેવાલ મુજબ, નાણા મંત્રાલયના ( Finance Ministry ) નાણાકીય સેવાઓ વિભાગ ( DFS ) એ પત્રમાં તમામ બેંકોને 1 જાન્યુઆરી પછી જારી કરાયેલ દરેક ગોલ્ડ લોન એકાઉન્ટની સમીક્ષા કરવા અને ગોલ્ડ લોનના કોલેટરલ મૂલ્યનું મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું. આ સાથે એકાઉન્ટ, કલેક્શન ચાર્જ વગેરેનું વિશ્લેષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પત્રમાં જણાવાયું છે કે જરૂરી ગોલ્ડ ગેરંટી વિના જે રીતે ગોલ્ડ લોનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેના પર મોટી ચિંતા છે. તેમાં કહેવાયું છે કે ગોલ્ડ-લોન એકાઉન્ટ્સ અને એકાઉન્ટ બંધ કરવા પર લાગુ પડતા ચાર્જીસ અને વ્યાજની વસૂલાતમાં વિસંગતતા જોવા મળી હતી.

નાણા મંત્રાલય દ્વારા આ પત્ર ત્યારે મોકલવામાં આવ્યો છે. જ્યારે જાહેર ક્ષેત્રની બે બેંકોના સોનાના ભંડારની ગુણવત્તા અંગે ગેરરિતીની માહિતી સામે આવી છે. જો કે આ બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા ગીરવે મુકવામાં આવેલ સોનાની કિંમત લેજર્સમાં નોંધાયેલી વાસ્તવિક કિંમત કરતા ઘણી વધારે હતી. જેમાં તપાસ બાદ આ ગેરરિતી સામે આવી હતી.

 તાજેતરમાં આરબીઆઈએ અગ્રણી NBFC IIFLને નવી ગોલ્ડ લોન આપવાનો ઇનકાર કર્યો હતો…

બેંકોના આંતરિક ઓડિટ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, 18 કેરેટ સોનાનું મૂલ્ય 22 કેરેટ સોનું નોંધવામાં આવ્યું હતું. તેમજ આરબીઆઈના નિયમો અનુસાર બેંકો સોનાની કિંમતના 75 ટકા સુધીની લોન આપી શકે છે. પરંતુ વાસ્તવમાં આ બંને બેંકો તેનાથી પણ વધુ લોન આપી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Devendra Fadnavis: મુંબઈમાં જીત માટે નાગપુરની તર્જ પર, હવે અહીં પણ થેંક્યુ દેવેન્દ્ર જી કાર્યક્રમો અમલમાં આવ્યા..

સરકાર અને આરબીઆઈ હાલ એ માહિતીની પણ તપાસ કરી રહી છે કે, સોના સામેની લોન અંગે બેંક શાખાના સ્તરે એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે બેંક દ્વારા આ નિયમોની અવગણના કરવામાં આવી રહી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં આરબીઆઈએ અગ્રણી NBFC IIFLને નવી ગોલ્ડ લોન આપવાનો ઇનકાર કર્યો હતો. ભારતમાં, આ વ્યવસાય લગભગ 15 વર્ષ પહેલાં નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પાછળથી મોટી ખાનગી અને સરકારી ક્ષેત્રની બેંકોનો સમાવેશ થયો હતો.

RBI સોના સામે લોન આપવાની યોજના પર પણ નજીકથી નજર રાખી રહી છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં સોનાના દાગીના સામે આપવામાં આવેલી લોનની રકમ રૂ. 1,00,000 કરોડને વટાવી ગઈ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમાં બે ગણો વધારો થયો છે.

આમાં ઝડપી કારોબારની શક્યતાને ધ્યાનમાં રાખીને બેંકો વચ્ચે જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે. સ્પર્ધા એવી છે કે કેટલીક બેંકોએ મિનિટોમાં સોના સામે લોન આપવાની યોજના શરૂ કરી છે. તો બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, આની અસર ગીરો મૂકેલા સોના પર પણ પડી છે.

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાનો નિયમ બદલાયો શરૂ કરતા પહેલા જાણી લો, નહીંતર થશે પરેશાની
Tanishq: ટાટા સમૂહે તનિષ્ક બ્રાન્ડ સ્થાપિત કરવા માટે લડાવી ‘આ’ યુક્તિ
Gold prices: ફરી મૂડમાં આવ્યું સોનું, ચાંદી એ પણ પકડી રફ્તાર,બજાર ખુલતા જ બનાવ્યો નવો રેકોર્ડ, આ રહ્યા તાજા ભાવ
Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
Exit mobile version