Site icon

બેટરીથી સંચાલિત ગાડીઓએ ઓઈલ માર્કેટ પર અસર કરી, આ વર્ષ સુધી પેટ્રોલિયમમાં ઘટાડો થવાની સંભાવના; જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર. 

વિશ્વભરમાં રોજિંદા આશરે ૯.૭ કરોડ ઓઈલનો વપરાશ થાય છે. ૧.૬૫ લાખ કરોડ બેરલ ઓઈલ જ વિશ્વમાં બચ્યુ છે. વર્લ્‌ડ ઓ મીટર અનુસાર, વર્તમાન માગ મુજબ વિશ્વમાં ઉપલબ્ધ ઓઈલનો ભંડાર ૪૭ વર્ષ સુધી ચાલશે. જાે વપરાશમાં વધારો થયો તો તે ઝડપથી ખતમ થઈ શકે છે.વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણો ઝડપથી વધ્યાં છે. ૨૦૧૦ન પ્રથમ ત્રિમાસિકમાં વિશ્વભરમાં માત્ર ૩૯૫ ઈલેક્ટ્રિક વાહનો વેચાયા હતા. આ વર્ષે ગત ત્રિમાસિકમાં ૧૭ લાખથી વધુ વેચાયા છે. જેમાંથી લગભગ ૯.૩૫ લાખથી વધુ ઈલેક્ટ્રિક વાહનો એશિયામાં વેચાયા છે. ગત ત્રિમાસિકમાં ઈવીના વેચાણો વિશ્વમાં કુલ વેચાયેલી કારના ૧૦.૮ ટકા હતાં. જે છેલ્લા ૪ વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોમાં તેજી દર્શાવે છે. ૨૦૧૭માં આ આંકડો માત્ર ૧ ટકા હતો. બ્લૂમબર્ગ એનઈએફ રિસર્ચ અ્‌નુસાર, આ વર્ષની શરૂઆતમાં બસ, ટુ વ્હિલર, અને થ્રી વ્હિલર સહિત તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનોના કારણે ઓઈલ અને પેટ્રોલિયમ પદાર્થો (ડિઝલ-પેટ્રોલ)ની રોજિંદા માત્ર ૧૦ લાખ બેરલનો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષના અંત સુધી તેમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. આ શતાબ્દીના મધ્ય સુધી ઈવીના કારણે ઓઈલની માગ ૨.૧ કરોડ બેરલ પ્રતિ દિવસનો ઘટાડો થવાનો આશાવાદ છે. હાલ સૌથી વધુ નુકસાન ડીઝલ ઈન્ટરનલ કમ્બશન એન્જિનને થયું છે. સાત વર્ષ પહેલાં કારના વેચાણોમાં અડદાથી વધુ હિસ્સો ડિઝલ એન્જિનનો હતો. પરંતુ ગત મહિને તેનો હિસ્સો ૧૦ ટકા કરતાં પણ ઘટ્યો છે. બ્લૂમબર્ગના સર્વે મુજબ, ઓઈલની માગ ૨૦૨૫ સુધી પીક લેવલ પર રહેશે. બાદમાં તેમાં ઘટાડો શરૂ થશે. મોટાભાગના રોકાણકારોએ જણાવ્યું છે કે, આ દાયકાના અંત સુધી ઓઈલની માગ પીક પર રહેશે. અમુક લોકોએ ૨૦૩૦-૩૫નો સમયગાળો પસંદ કર્યો છે. અંતે વિશ્વમાંથી ઓઈલની માગ ઘટાડવામાં ઈલેક્ટ્રિક વાહનોનો નોંધપાત્ર ફાળો રહેશે.

અજબ કિસ્સો : ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિએ ૧ દિવસમાં ૧૦ વાર લીધી રસી, જાણો હવે શું થયું 
 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version