IPLની પ્રથમ મેચ 31 માર્ચથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ વખતે આઈપીએલ જિયો સિનેમા એપ દ્વારા ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેથી તમે સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ પરથી જોઈ શકો છો. જો તમને IPL માટે બેસ્ટ રિચાર્જ પ્લાન જોઈએ છે, તો આજે અમે તમને અહીં કેટલાક ખાસ રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ. અહીં અમે ત્રણ મુખ્ય ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન, જિયો અને એરટેલના પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ. આ પ્લાનની કિંમત રૂ.300થી ઓછી છે.
રિલાયન્સ જિયો 269 રૂપિયાનો પ્લાન
આ રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો માસિક પ્લાન છે. જેની કોઈ દૈનિક ડેટા લિમિટ નથી. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં તમે દરરોજ 100 SMS, અનલિમિટેડ કોલિંગ અને 25 GB ડેટા મેળવી શકો છો.
એરટેલ રૂ 269 નો પ્લાન
એરટેલના રૂ. 269 પ્રીપેડ પ્લાનમાં કંપની 30 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાન દરરોજ 100 SMS, અનલિમિટેડ કૉલિંગ અને 25 GB ડેટા ઓફર કરે છે. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે, તો તમે 5G નેટવર્કનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ આ પ્લાનમાં તમે ‘ફ્રી અનલિમિટેડ 5G’ ઑફરનો લાભ મેળવી શકો છો. આ ઓફર Jioની જેમ એરટેલ દ્વારા પણ લોન્ચ કરવામાં આવી છે. જેમાં કંપની ફ્રીમાં 5G ડેટાનો ઉપયોગ કરવાની છૂટ આપે છે.
આ સમાચાર પણ વાંચો : ભર ઉનાળે મુંબઈગરા માથે પાણીકાપનું સંકટ. એક મહિના સુધી આખા શહેરમાં રહેશે આટલા ટકા પાણી કપાત.
વોડાફોન આઈડિયા રૂ 296 નો પ્લાન
Vodafone Idea તેના પ્રીપેડ ગ્રાહકો માટે રૂ. 296ના પ્લાનમાં 30 દિવસ માટે 100 SMS, અનલિમિટેડ કૉલિંગ અને 25GB ડેટા ઓફર કરી રહી છે. જો કોઈ કારણસર તમારો ડેટા પેક જલ્દી સમાપ્ત થઈ જાય, તો તમે ડેટા રોલઓવર પ્લસ પ્લાન પસંદ કરી શકો છો.
