Site icon

આ કંપનીના શેરે રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ, 22 રૂપિયાનો શેર 10 હજાર રૂપિયા પર પહોંચી ગયો; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર.

ભારત રસાયણ નામની કેમિકલનું ઉત્પાદન કરનારી કંપનીએ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આ કેમિકલ મેન્યુફેકચરિંગ કંપનીના શેરોએ છેલ્લા 20 વર્ષમાં રોકાણકારો 40,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. એટલે કે ભારત રસાયણના શેરમાં 25,000 રૂપિયાનું રોકાણકારો 20 વર્ષમાં કરોડપતી બની ગયા છે.12 નવેમ્બર 2001ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ભારત રસાયણનો શેર રૂ.22 પર બંધ થયો હતો. જયારે 15 નવેમ્બર 2021ના નેશનલ સ્ટોક એક્સચેન્જ પર તેનો શેર 10,100 રૂપિયા પર બંધ થયો હતો. કોઈ રોકાણકારે 2001ના 12 નવેમ્બરના આ કંપનીમાં શેરમાં 25,000 રૂ.નું રોકાણ કર્યું હોત તો તેને આજની તારીખમાં 1.14 કરોડ રૂપિયા મળ્યા હોત. તો કોઈ રોકાણકારે 12 નવેમ્બર 2001ના ભારત રસાયણમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને આજની તારીખમાં 4.5 કરોડ રૂપિયા મળ્યા હોત. છેલ્લા 10 વર્ષમાં ભારત રસાયણના શેરની કિંમતે 8,571 ટકાનું વળતર આપ્યું છે. ભારત રસાયણનો જે સ્ટોક 28 ઓક્ટોબર 2009 ના રોજ 68.35 રૂપિયા હતો તે આ જ સમયગાળામા વધીને  રૂ.5,939.65 થયો છે. 2009માં આ સ્ટોકમાં એક લાખનુ રોકાણ કરનારાને 86.90 લાખથી વધુ રકમ મળી હશે. આ કંપનીના શેરના ભાવ આ વર્ષની શરૂઆતથી જ 9.81 ટકા વધ્યા છે અને છેલ્લા એક વર્ષમાં 17.73 ટકા વધ્યા છે. તેની સરખામણીમાં બેન્ચમાર્ક સેન્સેકસ આ વર્ષની શરૂઆતથી 8.82ટકા વધ્યો છે અને છેલ્લા એક વર્ષમાં 16.5 ટકા વધ્યો છે. પરંતુ સ્મોલ કેપ સ્ટોક છેલ્લા એક મહિનામાં  0.06 ટકા ઘટયો છે. અને છેલ્લા એક અઠવાડિયામાં 3 ટકા ઘટયો છે.
 

Join Our WhatsApp Community

શોકિંગ! આ ઈ-કોમર્સ કંપનીએ ઓનલાઈન આટલા કરોડ રૂપિયાનો ગાંજો વેચયોઃ તેના બદલામાં લીધું 66 ટકા કમિશન; જાણો વિગત.

IDBI Bank: સાવધાન! જો તમારું પણ આ બેંકમાં એકાઉન્ટ હોય તો વાંચી લેજો: ૬૦,૦૦૦ કરોડમાં વેચાઈ જશે આ સરકારી બેંક
Igor Sechin: પુતિનની સાથે ભારતમાં કોણ આવી રહ્યું છે? ટ્રમ્પના પ્રતિબંધો છતાં અંબાણીના આ ‘રશિયન દોસ્ત’ની મુલાકાત કેમ મહત્ત્વની?
Rupee Dollar: રૂપિયાની ઐતિહાસિક નબળાઈ! ડોલર સામે રૂપિયો ૯૦ ની સપાટી તોડીને કેમ તૂટ્યો? ભારતનું અર્થતંત્ર ચિંતામાં
Fashion Factory: ₹2000 ચૂકવો, ₹2000 પાછા મેળવો: ફેશન ફેક્ટરીની ફ્રી શોપિંગ વીક ઑફર, ₹5000ના એપેરલ પર પૂરી કિંમતનું વળતર
Exit mobile version