ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
અશનીર ગ્રોવર પર BharatPeની કંપનીના બોર્ડે સૌથી મોટી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, કંપનીના બોર્ડે મીટિંગ બાદ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગ્રોવરને તમામ પોસ્ટ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું કે તે ગ્રોવર વિરુદ્ધ નાણાકીય ગેરરીતિને લઈને કાર્યવાહી કરવા જઈ રહી છે.
ફિનટેક કંપની ભારતપે કંપનીના કોફાઉન્ડર અશ્નીર ગ્રોવર અને તેના પરિવાર પર કરોડો રૂપિયાની ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બે મહિનાના ડ્રામા પછી અશનીર ગ્રોવરે કંપનીના એમડી તથા ડાયરેક્ટરનાં રૂપમાં રાજીનામું આપી ધીધુ હતું .
બેન્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરનારી આ ત્રણ સહકારી બેન્કોને RBIએ ફટકાર્યો દંડ.. જાણો વિગત