Site icon

 આ 8 શહેરોમાં શરૂ થઈ એરટેલ 5G પ્લસ સેવા, ગ્રાહકો હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ

 News Continuous Bureau | Mumbai

ભારતી એરટેલે (Bharti Airtel) તેની 5G સેવાનું (5G service) વિસ્તરણ કરતા મંગળવારે બીજા નવા શહેર ગુરુગ્રામમાં (Gurugram) 5G પ્લસ સેવાઓ (5G Plus services) લાઇવ કરી છે. હવે ગુરુગ્રામના એરટેલ ગ્રાહકો (Airtel customers) હાઈ સ્પીડ ઈન્ટરનેટ (High Speed Internet) સેવાઓનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે, અગાઉ એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી અને કોલકાતા એમ 8 શહેરોમાં તેની એરટેલ 5G પ્લસ સેવા શરૂ કરી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ Reliance Jioએ બે નવા શહેરો બેંગલુરુ અને હૈદરાબાદમાં JIO TRUE 5G સેવા શરૂ કરી છે.

Join Our WhatsApp Community

ભારતી એરટેલના CEO નિધિ લૌરિયાએ દિલ્હી-એનસીઆર, ગુરુગ્રામમાં 5G પ્લસ સેવાઓનું લાઇવ સ્ટ્રીમિંગ (Live streaming) કરતી વખતે જણાવ્યું હતું કે, હવે એરટેલના ગ્રાહકો ગુરુગ્રામમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટનો અનુભવ કરી શકશે. એરટેલ ગ્રાહકો 4G સ્પીડ કરતાં લગભગ 20-30 ગણી વધુ ઝડપે ઇન્ટરનેટનો આનંદ માણી શકે છે. કંપનીનું કહેવું છે કે, તમારે 5G પ્લસ સેવાઓ માટે નવું સિમ લેવાની જરૂર રહેશે નહીં. નવી સેવાઓનો ઉપયોગ જૂના 4G સિમ સાથે પણ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..

ગુરુગ્રામના આ સ્થળો પર ઉપલબ્ધ થશે 5G સુવિધા 

એરટેલ 5G સેવા ગુરુગ્રામના DLF સાયબર હબ, DLF ફેઝ 2, એટલાસ ચોક, MG રોડ, IFFCO ચોક, રાજીવ ચોક, ઉદ્યોગ વિહાર, નિર્વાણ દેશ, રેલ્વે સ્ટેશન ગુરુગ્રામ, સિવિલ લાઇન્સ, RD સિટી, HUDA સિટી સેન્ટર, ગુરુગ્રામમાં ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કેટલાક અન્ય પસંદગીના સ્થળોએ રહે છે.

jio true 5g

બે નવા શહેરોની સાથે JIO TRUE 5G સેવા હવે દેશના 8 મોટા શહેરોમાં લાઇવ છે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી નાથદ્વારા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

Gold Silver Price:સોનું-ચાંદી ખરીદનારા સાવધાન! ભાવમાં આકરો વધારો, ચાંદીની સપાટી ઉંચકાઈ અને સોનામાં પણ થયો ધરખમ વધારો.
New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
LPG Charges:ગ્રાહકો લૂંટાતા અટકાવવા સરકારનો મોટો નિર્ણય: હોટલોમાં વધારાના ચાર્જ વસૂલનારાઓ સામે થશે કડક કાર્યવાહી.
Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Exit mobile version