Site icon News Continuous Bureau | Mumbai

 આ 8 શહેરોમાં શરૂ થઈ એરટેલ 5G પ્લસ સેવા, ગ્રાહકો હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ

 News Continuous Bureau | Mumbai

ભારતી એરટેલે (Bharti Airtel) તેની 5G સેવાનું (5G service) વિસ્તરણ કરતા મંગળવારે બીજા નવા શહેર ગુરુગ્રામમાં (Gurugram) 5G પ્લસ સેવાઓ (5G Plus services) લાઇવ કરી છે. હવે ગુરુગ્રામના એરટેલ ગ્રાહકો (Airtel customers) હાઈ સ્પીડ ઈન્ટરનેટ (High Speed Internet) સેવાઓનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે, અગાઉ એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી અને કોલકાતા એમ 8 શહેરોમાં તેની એરટેલ 5G પ્લસ સેવા શરૂ કરી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ Reliance Jioએ બે નવા શહેરો બેંગલુરુ અને હૈદરાબાદમાં JIO TRUE 5G સેવા શરૂ કરી છે.

Join Our WhatsApp Channel

ભારતી એરટેલના CEO નિધિ લૌરિયાએ દિલ્હી-એનસીઆર, ગુરુગ્રામમાં 5G પ્લસ સેવાઓનું લાઇવ સ્ટ્રીમિંગ (Live streaming) કરતી વખતે જણાવ્યું હતું કે, હવે એરટેલના ગ્રાહકો ગુરુગ્રામમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટનો અનુભવ કરી શકશે. એરટેલ ગ્રાહકો 4G સ્પીડ કરતાં લગભગ 20-30 ગણી વધુ ઝડપે ઇન્ટરનેટનો આનંદ માણી શકે છે. કંપનીનું કહેવું છે કે, તમારે 5G પ્લસ સેવાઓ માટે નવું સિમ લેવાની જરૂર રહેશે નહીં. નવી સેવાઓનો ઉપયોગ જૂના 4G સિમ સાથે પણ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..

ગુરુગ્રામના આ સ્થળો પર ઉપલબ્ધ થશે 5G સુવિધા 

એરટેલ 5G સેવા ગુરુગ્રામના DLF સાયબર હબ, DLF ફેઝ 2, એટલાસ ચોક, MG રોડ, IFFCO ચોક, રાજીવ ચોક, ઉદ્યોગ વિહાર, નિર્વાણ દેશ, રેલ્વે સ્ટેશન ગુરુગ્રામ, સિવિલ લાઇન્સ, RD સિટી, HUDA સિટી સેન્ટર, ગુરુગ્રામમાં ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કેટલાક અન્ય પસંદગીના સ્થળોએ રહે છે.

jio true 5g

બે નવા શહેરોની સાથે JIO TRUE 5G સેવા હવે દેશના 8 મોટા શહેરોમાં લાઇવ છે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી નાથદ્વારા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

NPCI New UPI Update ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટો ફેરફાર NPCI લાવ્યું નવી સુવિધા, હવે ગૂગલ પે અને ફોન પે દ્વારા ચૂકવણી કરવી બનશે વધુ ઝડપી અને સુરક્ષિત
India Export Growth October 2026 ભારતની નિકાસમાં 30 ટકાનો જબરદસ્ત ઉછાળો, ઓક્ટોબરમાં ₹8.47 લાખ કરોડની થઈ નિકાસ, વ્યાપાર ખાધમાં પણ થયો મોટો ઘટાડો
ICICI Bank Credit Card Rule Changes ICICI ક્રેડિટ કાર્ડ પર 15 ડિસેમ્બરથી બંધ થશે મફત સુવિધાઓ, કાર્ડ રિપ્લેસમેન્ટ અને વિદેશી ટ્રાન્ઝેક્શનની ફીમાં પણ થયો મોટો વધારો
Next Nvidia CEO After Jensen Huang Nvidia માં જેન્સન હુઆંગની જગ્યા કોણ લેશે? 11 સંભવિત નામોની યાદીમાં 3 ભારતીય મૂળના દિગ્ગજ ચહેરા સામેલ
Exit mobile version