ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
બીટકોઈન ના ભાવ શેરબજારની માફક સતત ઉપર અને નીચે થયા કરે છે.છેલ્લા ઘણા સમયથી દરેક સમાચાર પત્ર પોતાના મુખપૃષ્ઠ ઉપર દૈનિક ધોરણે આ માનસિક કરન્સી ને સ્થાન આપે છે.
આવા સમાચારપત્રો વાંચીને જે કોઈ બીટકોઈન ખરીદવા ગયું તેને અત્યારે પસ્તાવાનો વારો આવ્યો છે. બીટકોઈન એ 50 હજાર ડોલર ની સપાટી વટાવીને 58 હજાર ડોલર સુધી પહોંચી ગયો.હવે પરિસ્થિતિ એવી છે કે એક જ કલાકની અંદર તેનો ભાવ ૮૦૦૦ ડોલર તૂટી ગયો.
આમ અનેક રોકાણકારોએ માત્ર અમુક કલાકોમાં લાખો ડોલરનું નુકસાન વેઠવાનો વારો આવ્યો.
